સમાગમ પત્યા પછી ઈન્દ્રિયની ત્વચામાં ઘર્ષણની બળતરા થાય છે. કોઈ ગુપ્ત રોગ થયો હશે?

Published: Dec 31, 2019, 15:40 IST | Dr. Ravi Kothari | Mumbai

સમાગમ પત્યા પછી ઘર્ષણની બળતરા થાય છે. મારી વાઇફને પણ આવી જ રીતે ખણજ આવ્યા કરે છે. શું અમને બન્નેને કોઈ ગુપ્ત રોગ થયો હશે? હસ્તમૈથુન કર્યા પછી આવું નથી થતું. યોગ્ય દવા અને માર્ગદર્શન આપવા વિનંતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૪૮ વર્ષનો પરિણીત પુરુષ છું. મારી સમસ્યા એ છે કે મને સંભોગ કર્યા પછી ઇન્દ્રિયની ત્વચામાં બળતરા થાય છે, ચામડી ફાટી જાય છે અને ખૂબ જ ખંજવાળ આવે છે. બે દિવસ પછી એની પરથી સફેદ સૂકી ચામડી જેવાં પોપડાં નીકળે છે. આવું આઠ-દસ દિવસ સુધી ચાલે છે અને પછી આપમેળે સારું થઈ જાય છે. હસ્તમૈથુન કરું ત્યારે કેવાય જેલી વાપરું છું જેથી ઘર્ષણ ન થાય. પત્ની સાથે સંભોગ કરું છું ત્યારે જેલીનો વપરાશ નથી કરતો કેમ કે શરૂઆતમાં ઘર્ષણ નથી લાગતું, પરંતુ સમાગમ પત્યા પછી ઘર્ષણની બળતરા થાય છે. મારી વાઇફને પણ આવી જ રીતે ખણજ આવ્યા કરે છે. શું અમને બન્નેને કોઈ ગુપ્ત રોગ થયો હશે? હસ્તમૈથુન કર્યા પછી આવું નથી થતું. યોગ્ય દવા અને માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ : સૌથી પહેલાં તો તમારું શુગર ચેક કરાવી લો. ભૂખ્યા પેટે અને જમ્યા પછી બે કલાકે લોહીનું પરીક્ષણ કરાવી લો. બીજું, તમારી પત્નીને ચળ આવવાની સાથે યોનિમાર્ગમાંથી સફેદ પાણી જાય છે? કે પછી યોનિમાર્ગની આજુબાજુમાં ખંજવાળ આવે છે? અન્ડરવેઅર પર સફેદ કે પીળા સ્ત્રાવના ડાઘા પડે છે? જો આમાંથી કોઈ પણ વસ્તુ થતી હોય તો એમ સમજવું કે તમારી પત્નીનું ફંગલ ઇન્ફેક્શન તમારી સમસ્યાનું કારણ છે. આના ઇલાજ માટે તમારી પત્નીને યોનિમાર્ગમાં મૂકવાની યોગ્ય ગોળી આપવી જોઈએ. વજાઇનલ ટૅબ્લેટ્સ. છ દિવસ સુધી રોજ રાત્રે સૂતી વખતે આ ગોળી યોનિમાર્ગમાં મૂકવી જોઈએ. તમને પણ ખંજવાળ આવતી હોય તો કૅન્ડિડ-બી નામનો મલમ સવારે નાહીને લગાવવો. બે-ત્રણ દિવસમાં રાહત થઈ જશે. રાહત થઈ ગયા પછી પણ પાંચ-છ દિવસ સુધી મલમ લગાવવાનું રાખજો. આ સારવાર દરમ્યાન સંબંધ ન રાખવો. જેથી જડમૂળથી ઇન્ફેક્શન નાબૂદ થાય અને વચગાળાના સમયમાં ઇન્ફેક્શનની આપ-લે ન થાય.

સંબંધ દરમ્યાન ઘર્ષણ ઓછું કરવા માટે ફોર-પ્લેમાં વધુ સમય ગાળવો. જો યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન ન થતી હોય તો કોપરેલનું તેલ સારીએવી માત્રામાં લગાડ્યા પછી જ યોનિપ્રવેશ કરાવવો. આમ કરવાથી ઘર્ષણ ઘટી જશે. જો તમારી સમસ્યા ઘર્ષણના કારણે સર્જાતી હશે તો આ ઉપાયથી ઘણો ફાયદો થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK