ગુસ્સામાં સેક્સ: ફાયદો કે નુકસાન?

Updated: 16th October, 2020 12:03 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

એંગ્રી સેક્સમાં રોમેન્સનો અભાવ હોય છે, ફક્ત શારિરીક ભૂખ જ હોય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે પાર્ટનર વચ્ચે શ્રેષ્ઠ બોન્ડિંગ, અંડરસ્ટેન્ડિંગ અને એકબીજા પ્રત્યેની પ્રેમાણ લાગણી સેક્સના દ્વાર ખોલે છે. જો તમે ગુસ્સામાં હોવ તો મગજમાં કંઈ સુજે નહીં, પરંતુ ઘણી વખત એવુ બને કે ગુસ્સામાં તમે સેક્સ કરો છો. ગુસ્સામાં સેક્સ કરવા પાછળનું વિજ્ઞાન તમને ખબર છે કે નહીં?

આમ તો ગુસ્સામાં હોવ તો સેક્સ કરવાની ફિલિંગ જલદી આવે તો નહીં પણ જો તમે સામી વ્યક્તિ સાથે ગુસ્સામાં સેક્સ કરો તો તેના બે પાસા છે, એમ હૅલ્થલાઈન વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે.

ગુસ્સામાં સેક્સ કરવાથી તમારી અંદરનો ગુસ્સો શાંત થાય છે એ વાત તો સાચી, પણ આમાં તમારા ઈમોશન્સ જોડાયેલા હોતા નથી, પણ ગુસ્સામાં તો ગુસ્સામાં સેક્સ કરવાથી તમે પાર્ટનર સાથે ફરી કનેક્ટ થાઓ છો. તમારા અંદરની દુખભરી લાગણી નાબૂદ થાય છે.

એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે એંગ્રી સેક્સ ફક્ત તમારા ઈમોશન્સનું પરિણામ નથી, ઘણી વખત બાયોલોજી પણ એંગ્રી સેક્સ પાછળનું કારણ બને છે.

ગુસ્સામાં સેક્સ કરવાથી બ્લડ ફ્લોઈંગ થાય છે, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર વધે છે. તેમ જ ટેસ્ટોસ્ટોરીન સ્તરમાં પણ વધારો થાય છે. સામાન્ય સેક્સની સરખામણીએ એંગ્રી સેક્સમાં એક રોષ હોય છે. ગુસ્સામાં તમે નિયમિત કરતા અલગ રીતે સેક્સ કરો તેવી સંભાવના છે, એમ નિષ્ણાતોનું કહેવું છે.

અંતે વાત કરીએ તો એંગ્રી સેક્સમાં રોમેન્સનો અભાવ હોય છે, ફક્ત શારિરીક ભૂખ જ હોય છે. આથી એંગ્રી સેક્સને ટાળવુ જોઈએ કારણ કે તમારા પાર્ટનર સાથેનો કમ્યુનિકેશનમાં ખલેલ આવી શકે છે. સંબંધો ફક્ત સેક્સથી નહીં પણ લાગણીથી જોડાય છે.

First Published: 3rd October, 2020 21:46 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK