Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તેલ વિનાનાં વડાં

16 November, 2012 06:57 AM IST |

તેલ વિનાનાં વડાં

તેલ વિનાનાં વડાં







સામગ્રી

  •  ૫ નંગ પીળી (દેશી) મકાઈનાં ડોડાં
  •  મકાઈનો લોટ બે ચમચી
  •  વાટકો સાકરવાળું દહીં
  •  મીઠું, મરચું
  •  જીરુ પાઉડર
  •  આદુ-મરચાંની પેસ્ટ એક ચમચી
  •  નૉન-સ્ટિક પૅન


રીત

મકાઈને ધોઈને હાથથી જ દાણા કાઢો, જેથી એનો ગર સાથે રહે. મકાઈને ક્રશ કરી એમાં આદુ-મરચાં ઉમેરો. મીઠું પ્રમાણમાં ઓછું નાખવું. મકાઈના મિશ્રણના નાના ગોળા વાળો. મકાઈના લોટમાં એ રગદોળી નૉન-સ્ટિક પૅન પર બેક કરો. તેલની જરાય જરૂર નથી, છતાં એમ લાગે કે તેલ લગાવવું છે તો એક ચમચી જ લો. સાત મિનિટ ધીમા તાપે એ તૈયાર થઈ જશે. એને ડિશમાં મૂકી ઉપર દહીંને વલોવીને નાખો, મરચું પાઉડર, જીરું પાઉડર, કોથમીર છાંટો. લસણની લાલ ચટણી તથા ગોળ આમલીની ચટણી પણ નાખી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2012 06:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK