શૉર્ટ વીડિયો પ્લેટફોર્મ TikTok પર પ્રતિબંધ મૂકાયા બાદ માર્કેટમાં એના ઘણા વિકલ્પોએ દસ્તક આપી દીધી છે. તેમ જ થોડા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે Youtube પણ એક શોર્ટ વીડિયો એપ્લિકેશન 'Youtube Shorts' પર કામ કરી રહ્યું છે અને કંપનીએ સત્તાવાર રીતે આ એપનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. જોકે આ એપ્લિકેશનને ભારતીય બજારમાં ટેસ્ટિંગ માટે રજૂ કરવામાં આવી ચૂકી છે અને કંપની તેને ટૂંક સમયમાં ઘણા દેશોમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. દુનિયાભરમાં લૉન્ચ થવા પહેલા જ આ એપ યૂઝર્સ વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. તેની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે આ એપ્લિકેશનને દરરોજ 3.5 બિલિયન વ્યૂઝ મળી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર યૂ-ટ્યૂબની સીઈઓ સૂસને જાણકારી આપી છે કે યૂ-ટ્યૂબના શૉર્ટ વીડિયો એપ્લિકેશનને દુનિયાભરમાં દરરોજ 3.5 બિલિયન વ્યૂઝ મળી રહ્યા છે. આ એપ્લિકેશનને અમે આ વર્ષે ઘણા દેશોમાં રોલઆઉટ કરીશું. Youtube Shorts એપ્લિકેશનને ભારતમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ કરવામાં આવી હતી, જેમાં યૂઝર્સ 15 સેકન્ડનો વીડિયો બનાવીને પોસ્ટ કરી શકે છે. કંપની ટૂંક સમયમાં તેને ડાયરેક્ટ યૂ-ટ્યૂબ સાથે જ ઈન્ટીગ્રેટ કરશે, ત્યાર બાદ યૂઝર્સને યૂ-ટ્યૂબમાં જ શૉર્ટ વીડિયો જોવા અને અપલોડ કરવાની તક મળશે.
મળશે ઘણી વિશેષ સુવિધાઓ
Youtube Shorts હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે અને એમાં યૂઝર્સને 60 સેકન્ડનો વીડિયો અપલોડ કરવાની સુવિધા મળશે. યૂઝર્સ પોતાના વીડિયોની સાથે તેમની પસંદનું મ્યૂઝિક પણ એડ કરી શકે છે અને એના માટે કોઈ અલગથી ચાર્જ આપવાની જરૂર રહેશે નહીં. સાથે જ એમાં રેકોર્ડિંગ સાથે સ્પીડ કન્ટ્રોલની પણ સુવિધા મળશે, એટલે યૂઝર્સ એમાં ફાસ્ટ અથવા સ્લો કોઈપણ પ્રકારના વીડિયો રેકોર્ડ કરી શકે છે. આ એપ્પમાં ટાઈમર પણ આપવામાં આવ્યો છે એટલે તમે વીડિયો રેકોર્ડિંગ દરમિયાન ટાઈમર સેટ કરી શકે છે.
પ્રેન્કના નામે સૉફ્ટ પૉર્ન
28th February, 2021 11:05 ISTકાલથી બંધ થઈ રહી છે Googleની આ પોપ્યુલર સર્વિસ, તરત કરો ડેટા ટ્રાન્સફર
23rd February, 2021 14:08 ISTલોકોને રોસ્ટ કરવા પર 'CarryMinati'એ કહીં દીધી આવી વાત, તમે પણ જાણો
29th January, 2021 13:23 ISTયુટ્યુબે એક અઠવાડિયું ટ્રમ્પની ચૅનલ સસ્પેન્ડ કરી
14th January, 2021 15:56 IST