કાલથી બંધ થઈ રહી છે Googleની આ પોપ્યુલર સર્વિસ, તરત કરો ડેટા ટ્રાન્સફર

Published: 23rd February, 2021 14:08 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ટૅક કંપની Googleની પોપ્યુલર સર્વિસ ગૂગલ પ્લે મ્યૂઝિક (Google Play Music) કાલે એટલે 24 ફેબ્રુઆરી 2021થી બંધ થઈ રહી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ટૅક કંપની Googleની પોપ્યુલર સર્વિસ ગૂગલ પ્લે મ્યૂઝિક (Google Play Music) કાલે એટલે 24 ફેબ્રુઆરી 2021થી બંધ થઈ રહી છે. Google તરફથી ગયા વર્ષે ડિસેમ્બરમાં Google Play Music સર્વિસને બંધ કરવાની ઘોષણા કરી હતી. Googleના એન્ડ્રોઈડ બેઝ઼્ડ મોટાભાગના સ્માર્ટફોનમાં Google Play Music સર્વિસની સુવિધા આપવામાં આવે છે. આ એક એપ્પ બેઝ્ડ સર્વિસ છે, જેના ઉપયોગ યૂઝર મ્યૂઝિક અને ઑડિયો સાંભળવામાં કરે છે. પરંતુ હવે Googleની આ સર્વિસ 24 ડિસેમ્બરથી બંધ થઈ રહી છે. એવામાં યૂઝરને તરત જ પોતાનો ડેટા ટ્રાન્સફર કરી લેવો જોઈએ, કારણકે આજ પછી Google Play Musicનો તમામ ડેટા ડિલીટ થઈ જશે.

Play Musicનો ડેટા Youtube Musicમાં કરી શકો છો ટ્રાન્સફર

Google તરફથી યૂઝરને યૂ-ટ્યૂબ મ્યૂઝિક (Youtube Music)ની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. આ પણ એપ્પ બેઝ્ડ સર્વિસ છે. Youtube Musicની સુવિધા બાદ કંપનીએ Google Play Musicને બંધ કરવાની જાહેરાત કરી હતી. Youtube Music એપ્પમાં યૂઝર Google Play Music તરફથી જ ફોનમાં હાજર ગીતો સાંભળી શકે છે. સાથે જ youtubeના ગીતો પર સાંભળી શકાય છે. એટલે Youtube Music એપ્પને Google Play Musicનું પ્રો વર્ઝન કહીં શકાય છે. એવામાં કંપની યૂઝર્સને Play Musicના ડેટા Youtube Musicમાં ટ્રાન્સફર કરવાની પણ સુવિધા આપવામાં આવી છે.

ડેટા ટ્રાન્સફર કેવી રીતે કરવો

બ્રાઉઝરમાં music.youtube.com/transfer પર જાઓ.
જ્યાં ટ્રાન્સફરનો ઑપ્શન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ ડેટા ટ્રાન્સફર શરૂ થઈ જશે.
ડેટાના સાઈઝના હિસાબથી ડેટા ટ્રાન્સફરમાં સમય લાગશે.
ટ્રાન્સફર પૂર્ણ થવા પર તમને નોટિફિકેશન આવશે.
આવી રીતે યૂઝર સેવ કરેલા ગીતો, સેટિંગ્સ, સબ્સક્રિપ્શન અને પ્લેલિસ્ટને Youtube Music એપ્પમાં ટ્રાન્સફર કરી શકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK