Googleની સર્વિસ Gmail માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જોકે આ નવા નિયમોને ન માનવા પર યૂઝર્સ Gmail સર્વિસનો ઉપયોગ કરી શકશે નહીં. Gmailના નવા નિયમોને 25 જાન્યુઆરી સુધી સ્વીકાર કરવું ફરજિયાત હતું. જો તમે આ ડેડલાઈન ચૂકી ગયા છો, તો તમારું Gmail અકાઉન્ટ બંધ થઈ જશે. આવા ઘણા બધા સમાચારો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આમાં થોડું સત્ય પણ છે. ખરેખર Google તરફથી Gmail માટે નવા નિયમ કાયદા લાગુ કર્યા છે, જેને સ્વીકારવું ફરજિયાતા છે. પરંતુ જો તમે નવા નિયમને મંજૂરી ન આપો તો તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવશે. તમે Gmail ની કેટલીક વિશેષ સેવાઓ જેવી કે સ્માર્ટ કમ્પોઝ, અસિસટેન્ટ રિમાઈન્ડર અને ઑટોમેટિક ઈમેલ ફિલ્ટરિંગનો આનંદ માણી શકશો નહીં. જોકે Googleની Gmail સર્વિસના નવા નિયમ ફક્ત યૂકે માટે રહેશે. આ નિયમોને હાલમાં ભારતમાં લાગુ કરવામાં આવ્યા નથી.
બંધ થઈ જશે આ ફીચર
ઑટોમેટિક ઈમેલ ફિલ્ટરિંગ ફીચર-એમાં Gmail તમારા Inboxના મેસેજને ત્રણ કેટેગરી Primary, Social અને Promotionમાં ડિવાઈડ કરી દે છે.
અસિસટેન્ટ રિમાઈન્ડર- આ ફીચર તમને ઈમેલ કમ્પોઝ દરમિયાન સ્પેલિંગ કરેક્ટ કરવા અને ટાઈપિંગમાં સૂચન આપે છે.
Google મુજબ તેના તરફથી Gmail યૂઝર્સ માટે એક અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. જેની મદદથી યૂઝર પાસે પોતાના પર્સનલ ડેટા અને સપોર્ટ પર નિયંત્રણ મેળવશે. આવી સ્થિતિમાં યૂઝર નક્કી કરી શકશે કે તેઓ પોતાના કયા ડેટાને Google સાથે શૅર કરવા માંગે છે અને કોને નહીં. Googleના નવા નિયમને એક્સેપ્ટ કરવાના પૉપ-અપ મેસેજ તે સમયે મળશે, જ્યારે તમે Gmailને ઓપન કરશો. Google તરફથી આની પહેલા યૂઝર્સને ચેતવણી આપી હતી કે જો તેઓ નવા નિયમોનું પાલન નહીં કરે તો તેમના Gmail, Google Photos અને Google Drive કન્ટેન્ટને ડિલીટ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે Google તરફથી નવી સ્ટોરેજ પૉલિસી આવતા વર્ષે લાગુ થઈ શકે છે.
કાલથી બંધ થઈ રહી છે Googleની આ પોપ્યુલર સર્વિસ, તરત કરો ડેટા ટ્રાન્સફર
23rd February, 2021 14:08 ISTગૂગલે પ્લે સ્ટોરમાંથી એવા પર્સનલ લોન ઍપ્સ હટાવ્યા
15th January, 2021 16:23 ISTબાસ્કેટ બૉલના પ્રણેતા નેયસ્મિથને આજે ગૂગલ ડૂડલે આ કારણો સર યાદ કર્યા
15th January, 2021 11:19 ISTGoogle Doodle: 2020ના છેલ્લા દિવસે ગૂગલે બનાવ્યું આ ખાસ ડૂડલ
31st December, 2020 12:00 IST