Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > FAU-G ગેમની લૉન્ચિંગ આજે, જાણો કયા સ્માર્ટફોનમાં નહીં ચાલે આ ગેમ

FAU-G ગેમની લૉન્ચિંગ આજે, જાણો કયા સ્માર્ટફોનમાં નહીં ચાલે આ ગેમ

26 January, 2021 01:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

FAU-G ગેમની લૉન્ચિંગ આજે, જાણો કયા સ્માર્ટફોનમાં નહીં ચાલે આ ગેમ

FAU-G ગેમ

FAU-G ગેમ


FAU-G: (Fearless and United Guards) ગેમનું લૉન્ચિંગ આજે એટલે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 26 જાન્યુઆરી 2021ના રોજ ભારતમાં લૉન્ચ થઈ ગઈ છે. FAU-G ગેમને PUBGનો ભારતીય અવતાર માનવામાં આવે છે. FAU-G ગેમને બેંગ્લોર સ્થિત બેઝ્ડ nCore કંપની દ્વારા બનાવવામાં આવી છે. સાથે જ ગેમનું પ્રી-રજિસ્ટ્રેશન તમામ એન્ડ્રોઈડ ડિવાઈસ માટે શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે FAU-G ગેમ એન્ડ્રોઈડ 8 અને તેનાથી અપગ્રેડેટ વર્ઝનને સપોર્ટ કરશે. અર્થ એ કે જો તમારી પાસે એન્ડ્રોઈડ 8 કરતાં જૂના ઓપરેટિંગ સિસ્મટવાળા સ્માર્ટફોન છે, તો તમારા સ્માર્ટફોનમાં FAU-G ગેમ નહીં ચાલશે. એ સિવાય FAU-G ગેમ iOS બેઝ્ડ iPhone અને iPads માટે રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ થશે નહીં.




40 લાખથી વધારે થયા ગેમના પ્રી-રજિસ્ટ્રેશન

FAU-G ગેમની જાહેરાત લગભગ 4 મહિના પહેલા કરવામાં આવી હતી. એનું પ્રી-રજિસ્ટ્રેશન છેલ્લા વર્ષે નવેમ્બરમાં શરૂ થયું હતું. ગેમનું પ્રી-રેજિસ્ટ્રેશનના 24 કલાક દરમિયાન લગભગ 10 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરવામાં આવી હતી. તેમ જ હવે અત્યાર સુધી લગભગ 40 લાખથી વધારે પ્રી-રજિસ્ટ્રેશન થઈ ગયા છે. FAU-G ગેમની જાહેરાત ભારતમાં PUBG ગેમ પ્રતિબંધ થયાના થોડા સમય બાદ સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી હતી. એવામાં મેડ ઈન ઈન્ડિયા ગેમ FAU-Gને PUBGના વિકલ્પ માનવામાં આવી રહી હતી.


અહીંયાથી કરો ગેમનું પ્રી-રજિસ્ટ્રેશન

FAUG ગેમમાં બેટલ રૉયલ ગેમપ્લે મોડ નહીં મળશે. એમાં ઘણા બધા પ્લેયર એક સાથે રમી શકશે. આ પ્રકારના મલ્ટીપ્લેયર મોડના સપોર્ટ તાજેતરમાં PUBG Mobile, Fortnite અને Call of Duty Mobileમાં મળશે. FAUG ગેમના પહેલા ટીઝરમાં લદ્દાખ ખીણમાં ગલવાન ઘાટીને દર્શાવવામાં આવ્યું હતું, જ્યાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઝડપાઈ હતી હતી. આ ટીઝરમાં ગેમના ગીતને દર્શાવવામાં આવ્યું હતું, જ્યાં ભારતીય સૈનિક દુશ્મનો સાથે લડતા જોઈ શકાય છે. જણાવી દઈએ કે FAU-G ગેમનું પ્રી-રજિસ્ટ્રેશન Google Play સ્ટોરથી શરૂ કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2021 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK