તો એટલા માટે Whatsapp કરતા વધુ સારી છે Signal App, જાણો આ છે ખાસિયત

Published: 9th January, 2021 13:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે જણાવ્યું હતું કે તેઓ Whatsappનું નહીં પણ Signal એપ્પનો ઉપયોગ કરે છે. એલન મસ્કના ટ્વીટ બાદ લોકો સતત Signal એપ્પને ડાઉનલોડ કરી રહ્યા છે. આવો જાણીએ Signal એપ્પમાં એવું શું ખાસ છે જે તેને Whatsapp કરતા વધુ સારી છે

Signal App  તસવીર સૌજન્ય - જાગરણ
Signal App તસવીર સૌજન્ય - જાગરણ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન Whatsappએ યૂઝર્સ વચ્ચે પોતાનું એક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સ્થાન બનાવ્યું છે. પરંતુ થોડા સમયથી Whatsapp સતત ચર્ચામાં રહ્યું છે અને તેનું મુખ્ય કારણ પ્રાઈવેસી પૉલિસીમાં કરવામાં આવેલો બદલાવ છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે યુઝર્સે તેમના Whatsapp અકાઉન્ટનો વ્યક્તિગત ડેટા Facebook સાથે શેર કરવો પડશે. આ પછી વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે જણાવ્યું હતું કે તેઓ Whatsappનું નહીં પણ Signal એપ્પનો ઉપયોગ કરે છે. એલન મસ્કના ટ્વીટ બાદ લોકો સતત Signal એપ્પને ડાઉનલોડ કરી રહ્યા છે. આવો જાણીએ Signal એપ્પમાં એવું શું ખાસ છે જે તેને Whatsapp કરતા વધુ સારી બનાવે છે.

એલન મસ્કનું કહેવું છે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન Signal વિશ્વની સૌથી સુરક્ષિત એપ્પ છે. આ સિવાય Signal યૂઝર્સના અંગત ડેટા પણ પૂછતી નથી. જે હવે Whatsapp પ્રાઈવેસી પૉલિસીના નામ પર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોનો વિશ્વાસ Whatsappથી ઓછો થઈને Signal તરફ વધી રહ્યો છે.

Signal એપ્લિકેશન છે સંપૂર્ણપણે સુરક્ષિત

Signal એપ્લિકેશનની ખાસ વનાત એ છે કે આ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને એમાં યૂઝર્સનો ડેટ શૅર થવાનું પણ જોખમ નથી. એટલે યૂઝર્સનો ખાનગી ડેટા ખાનગી જ રહેશે, તેને કોઈ પણ શૅર કરી શકશે નહીં. આ યૂઝર્સના અસુરક્ષિત બેકઅપને ક્લાઉડ પર પણ નથી મોકલતું અને આ એન્ક્રિપ્ટેડ ડેટાબેસને તમારા ફોનમાં જ સિક્યોર રાખે છે.

આ ફીચર્સ છે સૌથી ખાસ

Signal એપ્લિકેશનમાં મુખ્ય ખાસ વાત એ છે કે એમાં Data Linked to You ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરને ઈનેબલ કર્યા બાદ કોઈપણ ચેટિંગ દરમિયાન આ ચેટનો સ્ક્રીનશૉટ લઈ શકાશે નહીં. એનાથી સ્પષ્ટ થાય છે કે અહીં તમારા ચેટ્સ સંપૂર્ણરીતે સિક્યોર છે.

ગાયબ કરે છે જૂના મેસેજિસ

Signal એપની એક હજી ખાસ વાત પર નજર કરીએ તો, તે તમારા જૂના મેસેજિસને ઑટોમેટિકલી ગાયબ કરી દે છે. એના માટે યૂઝર્સ 10 સેકન્ડથી લઈને એક સપ્તાહ સુધીનો સમય સેટ કરી શકે છે. સેટ કરાયેલા સમય દરમિયાન તમારા મેસેજિસ આપમેળે ગાયબ થઈ જશે. જણાવી દઈએ કે Whatsappએ પણ તાજેતરમાં જ એક ફીચર ડિસઅપિરિંગ નામથી રજૂ કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK