WhatsAppના આ નવા ફીચરથી ફોટો અને વીડિયો સેફ રહેશે

Updated: 23rd September, 2020 19:21 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વોટ્સએપના નવા ફીચર એક્સપાઈરીંગ મીડિયામાં ફોટો અને વીડિયો શૅર કરતી વખતે ટાઈમ લીમીટ સેટ કરવાનો ઑપ્શન મળશે

વોટ્સએપ
વોટ્સએપ

WhatsApp હાલમાં એક નવા ફીચર ઉપર કામ કરી રહ્યું છે જેનાથી આગામી સમયમાં વોટ્સએપ યુઝર્સ માટે ઘણો ઉપયોગી છે.

આ નવા ફીચરની મદદથી યુઝર્સ પોતાના ફોટો અને વીડિયોને વધુ સુરક્ષિત બનાવી શકશે. વોટ્સએપએ આ નવા ફીચરનું નામ Expiring Media આપ્યું છે. આ ફીચર Expiring Messagesનું જ એક્સટેન્ડેડ વર્ઝન છે.

WABetainfoના રિપોર્ટ મુજબ ઈન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપમાં એક્સપાઈરી મીડિયા ફીચરને લાવવામાં આવશે, જેમાં ફોટો, વીડિયો અને જીઆઈએફ આપોઆપ ડિલિટ થઈ જશે. વોટ્સએપના નવા ફીચર એક્સપાઈરીંગ મીડિયામાં ફોટો અને વીડિયો શૅર કરતી વખતે ટાઈમ લીમીટ સેટ કરવાનો ઑપ્શન મળશે. આમ વ્યક્તિ એક ચોક્કસ સમય સુધી જ સંબંધિત ફોટો કે વીડિયોનું એક્સેસ કરી શકશે. ટાઈમ લીમીટ પુરી થાય તે પછી આપોઆપ તે ડિલિટ થઈ જશે.

વોટ્સએપ દ્વારા તાજેતરમાં જ ગુગલ પ્લે બીટા પ્રોગ્રામ દ્વારા નવી અપડેટ આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ નવુ ફીચર ડેવલપ થઈ રહ્યું છે. રિલીઝ ડેટ અને વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ગુગલ તરફથી પણ એન્ડ્રોઈડ 11ની અપડેટ જાહેર કરવામાં આવી છે. આમાં પણ મર્યાદિત સમય માટે લોકેશનનું એક્સેસ કરવાની પરમિશન આપવાનો ઑપ્શનનો સમાવેશ છે.

First Published: 23rd September, 2020 18:02 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK