બાળકોને લાગણી અને શારિરીક આકર્ષણ વચ્ચેનો ફરક સમજાવવો જરૂરી

Updated: 16th October, 2020 11:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સમાજમાં ઘણા વખતથી ઝુંબેશ ચાલે છે કે બાળકોને સેક્સ એજ્યુકેશન આપવુ જોઈએ. વાત 100 ટકા સાચી છે. દરેક બાળકને સેક્સ એજ્યુકેશન હોવુ જોઈએ, પણ અમૂક સામાન્ય સમજ પણ આપવી જોઈએ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સમાજમાં ઘણા વખતથી ઝુંબેશ ચાલે છે કે બાળકોને સેક્સ એજ્યુકેશન આપવુ જોઈએ. વાત 100 ટકા સાચી છે. દરેક બાળકને સેક્સ એજ્યુકેશન હોવુ જોઈએ જેથી નાની ઉંમરમાં કોઈક ખોટા પગલા તેઓ ન લઈ લે. પરંતુ આજના જમાનામાં વાલીઓ વિચારવું જોઈએ કે બાળકોને ફક્ત પુસ્તકનું જ જ્ઞાન આપવુ છે કે અમૂક સામાન્ય સમજ પણ આપવી છે.

ઘણી વખત એવુ બને કે વ્યસ્ત જીવનશૈલીના લીધે વાલીઓ બાળકોને પહેલાના જમાનાની જેમ પુરતો સમય આપી શકે નહીં. શહેરની લાઈફ ફાસ્ટ છે અને આપણે બધાએ રેસમાં દોડ્યા સિવાય કંઈ છૂટકો નથી. પરંતુ આપણું બાળક કઈ માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે તે સમજવુ જોઈએ.

નિષ્ણાતોનું કહેવું છે કે ઘણા મસ્તીખોર કે ગુસ્સાવાળા બાળકોને જોઈને આપણને એમ લાગે કે આ તો સ્ટ્રોંગ છોકરો/છોકરી છે પરંતુ હકીકતમાં તેઓ માનસિક રીતે ખૂબ જ નબળા હોય છે. આવી પરિસ્થિતિમાં જો તેમને કોઈ ટેકો આપે તો તે સામી વ્યક્તિ તરફ આકર્ષાય છે પરંતુ શું સામી વ્યક્તિને મનમાં પણ શારિરીક આકર્ષણ હોય, 99 ટકા કેસમાં જવાબ છે ના.

ઉદાહરણ તરીકે, બાળકોનો નાનપણથી જ પહેલો ક્રશ તેમનો શિક્ષક હોય છે, આ શિક્ષક તેમની સાથે સારી રીતે વાતચીત કરે, તેમના ભવિષ્ય સુધારવા માટે તેમને ટેકો આપે, તેમની સાથે પ્રેમથી વાત કરે તો આ શિક્ષકની બાળક પ્રત્યેની ‘લાગણી’ થઈ નહીં કે ’શારિરીક આકર્ષણ’. આ ફરક બાળકોને સમજાવવો જોઈએ જે સેક્સ એજ્યુકેશન જેટલો જ મહત્વનો છે.

આ તો વાત થઈ બાળકોની, ઘણીવાર એવી વ્યક્તિ જે ભૂતકાળમાં બધાથી અલગ કે એકલા રહેતા હોય તેમના જીવનમાં કોઈ આવીને એક સારી ‘લાગણી’થી તેમની સાથે વાતચીત કરે કે ઓફિસમાં સાથે હોય અથવા અન્ય કોઈ કારણોસર ઓળખાણ થઈ હોય તો આવી વ્યક્તિ સામી વ્યક્તિને પ્રેમ કરવા લાગે છે. પ્રેમ ખોટો છે એમ અહીં નથી કહેવા માગતા પરંતુ વ્યક્તિએ એ સમજવું જોઈએ કે સામી વ્યક્તિ તમારા પ્રત્યે એક સારી લાગણીથી વાતચીત કરી રહી છે નહીં કે તમે તેને ગમો છો એ માટે. દરેકના જીવનમાં એક સમય આવે છે જ્યારે તે એકલો પડી જાય છે, આવા સમયે ભગવાન કોઈને કોઈક તો મોકલે જ છે જે વ્યક્તિને માનસિક ટેકો આપે. પણ એનો મતલબ એ નથી કે એ તમારો લાઈફ પાર્ટનર બને જ!

બાળકો હોય કે મોટી વ્યક્તિ, જો તમે તમારા જીવનનો એક ખરાબ સમય પસાર કરી રહ્યા છો અને કોઈક તમારા જીવનમાં પ્રકાશ પાડે છે તો તે વ્યક્તિ પ્રત્યે ફક્ત શારિરીક રીતે આકર્ષણ ન રાખતા તેમની કદર કરો. આજના જમાનામાં ઘણા ઓછા લોકો હોય છે જે આપણને નિસ્વાર્થ પણે માનસિક રીતે ટેકો આપતા હોય છે.

First Published: 14th October, 2020 21:51 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK