(મીતા ભરવાડા)
સામગ્રી
રીત
ઘીને હલકું ગરમ કરીને અલગ રાખો. મેંદો અને ઘઉંના લોટને મિક્સ કરો. એમાં બેકિંગ પાઉડર, ગરમ કરેલું ઘી અને મીઠું નાખીને મસળો. એમાં દૂધ નાખીને લોટ બાંધો. એને ઢાંકીને બે કલાક રહેવા દો. હવે એના લૂઆ પાડીને જાડી રોટલી વણો. તંદૂરના ઢાંકણા પર થોડું ઘી લગાવી લૂછી લો અને ગરમ કરવા મૂકો. વણેલી રોટલી પર પાણીનો હાથ લગાવી તંદૂરના ઢાંકણા પર ચીપકાવો. શેકાઈ જાય એટલે એને કાઢી માખણ લગાવીને પીરસો.