Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ચીઝી ટમૅટો હર્બ ટોસ્ટ

18 December, 2014 06:00 AM IST |

ચીઝી ટમૅટો હર્બ ટોસ્ટ

ચીઝી ટમૅટો હર્બ ટોસ્ટ




સામગ્રી

  • મલ્ટીગ્રેઇન બ્રેડ
  • બે ટેબલ-સ્પૂન ઑલિવ ઑઇલ
  • ચાર-પાંચ લસણની કળી
  • ટમૅટો પેપર સ્ટફિંગ
  • ૧ મિડિયમ કાંદો ઝીણો સમારેલો
  • ૧ રોસ્ટેડ પીળું કૅપ્સિકમ
  • ૧ રોસ્ટેડ લાલ કૅપ્સિકમ
  • બે મિડિયમ ટમૅટો રોસ્ટેડ
  • ૧ ટી-સ્પૂન થાઇમ
  • બે ટેબલ-સ્પૂન બટર
  • મીઠું ટેસ્ટ પ્રમાણે
  • ૧ ટી-સ્પૂન મરીનો ભૂકો
  • ૧ ટી-સ્પૂન બૅલ્ઝેમિક વિનેગર
  • ૧ ટેબલ-સ્પૂન ગોળ



તૈયારી

મલ્ટીગ્રેઇન બ્રેડને અવનની ટ્રેમાં થોડું ઑલિવ ઑઇલ લગાડી જરા ક્રિસ્પી થવા મૂકી દો. બીજી બાજુ ટમેટાં, પીળું અને લાલ કૅપ્સિકમ ગૅસ પર શેકી લો. એમની ઉપરની સ્કિન શેકાવાને લીધે વધુ ટેસ્ટી લાગશે. હવે રોસ્ટેડ કૅપ્સિકમ અને ટમૅટોના નાના ટુકડા કરો.

રીત

એક પૅનમાં બટર ગરમ કરો. એમાં કાંદો, શેકેલાં અને સમારેલાં ટમૅટો, બેલ પેપર ઉમેરો. મીઠું, મરી, થાઇમ, વિનેગર સાથે છેલ્લે ગોળ ઉમેરી ત્રણથી ચાર મિનિટ ઢાંકીને ચઢવા દો. ગૅસ બંધ કરો. ટમૅટો પેપર જૅમ તૈયાર થઈ ગયો. હવે ક્રિસ્પી થયેલી બ્રેડને અવનમાંથી બહાર કાઢો. એ ગરમ હોય ત્યારે જ એના પર લસણની કળી ઘસી લેવી જેથી ગાર્લિકનો ટેસ્ટ આવે. તૈયાર થયેલું ટમૅટો પેપર સ્ટફિંગ ક્રિસ્પી બ્રેડ પર પાથરો. એના પર ચીઝ ભભરાવો. ફરી પ્રિહીટેડ અવનમાં પાંચેક મિનિટ માટે એમને બેક કરો અને તરત સર્વ કરો. મલ્ટીગ્રેઇન બ્રેડને બદલે સાદી બ્રેડ પણ લઈ શકાય.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2014 06:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK