Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ટાઇ આઉટ,બો ઇન

25 October, 2012 06:29 AM IST |

ટાઇ આઉટ,બો ઇન

ટાઇ આઉટ,બો ઇન




સ્ટાર & સ્ટાઇલ



બૉલીવુડના યંગીસ્તાને ફરી પાછી પુરાણી જેન્ટલમૅન સ્ટાઇલને અપનાવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. સૂટ બૂટ સાથે ટાઇ મહત્વની અને જરૂરી છે એવું હવે નથી રહ્યું. છેલ્લા થોડા સમયથી જૂની સ્ટાઇલના બો વધુ ટ્રેન્ડમાં દેખાઈ રહ્યા છે. તાજેતરમાં બૉલીવુડમાં થયેલી કેટલીક પાર્ટીઓમાં પણ બો પહેરવાનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. આ બોની સ્ટાઇલ જોકે કૉમન લાગે છે, કારણ કે એમાં સૂટનો રંગ મોટા ભાગે કાળો, શર્ટ વાઇટ અને બો બ્લૅક પહેરવામાં આવે છે. ગળા ફરતે નાનકડું બો ક્લાસિક ફૉર્મલ લુક આપે છે. તાજેતરમાં અમિતાભ બચ્ચનની બર્થ-ડે પાર્ટી અને એક મૅગેઝિન દ્વારા યોજાયેલા અવૉર્ડ ફંક્શનમાં રિતેશ દેશમુખ, નીલ નીતિન મુકેશ, અભિષેક બચ્ચન, સિદ્ધાર્થ માલ્યા, અનિલ કપૂર, રાહુલ બોઝ, આયુષ્યમાન ખુરાના અને રાહુલ ખન્ના જેવા ઍક્ટરો આ જ રીતે સૂટ સાથે બો પહેરેલા જોવા મળ્યાં હતા. આ સિવાય સૈફ અલી ખાને તેનાં લગ્ન પહેલાંની એક પાર્ટીમાં અને કુણાલ ખેમુએ પણ બો પહેયોર્ હતો. આમ તો આ સ્ટાઇલ ખૂબ જૂની છે, જે ખોવાઈ ગઈ હતી અને હવે ફરી પાછી બૉલીવુડના આ ઍક્ટરોના હાથમાં લાગી ગઈ છે. એટલે હવે જો ટાઇ બાંધવાની ઝંઝટમાં ન પડવું હોય તો બો બેસ્ટ અને ટ્રેન્ડી લાગશે.




Whatsapp-channel Whatsapp-channel

25 October, 2012 06:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK