તાપસી પન્નૂની સાડી ડ્રેપિંગ સ્ટાઇલ છે ઇમ્પ્રેસિવ, જુઓ તસવીરો

Published: Aug 07, 2019, 15:23 IST | મુંબઈ ડેસ્ક

જો તમે પણ જુદી જુદી સાડી ડ્રેપિંગ પેટર્ન ટ્રાય કરવા માગો છો તો અમે લઇને આવ્યા છીએ તમારી માટે તાપસી પન્નૂની ખાસ ડ્રેપિંગ પેટર્ન જે છે ફોલો કરવા જેવી.

તાપસી પન્નૂ
તાપસી પન્નૂ

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂને બોલીવુડમાં આવ્યાને વધારે સમય નથી થયો, પણ તે પોતાની એક્ટિંગ અને સ્ક્રીન પ્રેઝેન્ટ્સને કારણે તે ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય બની છે. તાપસી પોતાના ફેશન અને સ્ટાઇલની ચર્ચા પણ ખૂબ જ થઈ રહી છે. તાપસી દરેક વખતે સાડી સાથે કંઇકને કંઇક નવતર પ્રયોગ કરતી હોય છે.

ફિલ્મ મુલ્કના પ્રમોશન દરમિયાન તાપસીએ કેટલીય વાર સાડી પહેરી હતી અને દરેક વખતે સાડીને એક જુદા જ અંદાજમાં ડ્રેપ કરી હતી. પિન્ક કલરની સ્ટ્રાઇપ્સવાળી સાડી સાથે તાપસીએ ટાઇ પહેરી છે. સાડી પર ટાઇ પહેરવા વિશે વિચાર પણ ન આવે ત્યાં તો તાપસીના ડ્રેસિંગ સ્ટાઇલિસ્ટ અને ફેશન ડિઝાઇનરે તાપસીને આ અવનવો લૂક આપ્યો હતો જેમાં તાપસી ખૂબ જ સુંદર દેખાતી હતી.

Taapsee Pannu

આ ચેક્સવાળી કૉટન સાડીમાં તાપસી પન્નૂનો ક્લાસી લૂક જોવા જેવો છે, પણ આ સાડી સાથે તેણે વિથઆઉટ સ્લીવ બ્લાઉઝ અને લેસ ચોકર નુમા બેલ્ટ સાથે જે રીતે પોતાને એક્સેસરાઇઝ કરી છે તે જોવામાં ખૂબ જ અટ્રેક્ટિવ દેખાય છે.

બ્લૉક પ્રિન્ટેડ સાડી જેકેટ સાથે
ફિલ્મ મુલ્કની સ્ક્રીનિંગમાં તાપસી પન્નૂએ ફેશન ડિઝાઇનર અંજલી જૈને ડિઝાઇન કરેલી બ્લૉક પ્રિન્ટેડ સાડી પહેરી હતી. આ સાડી સાથે તાપસીએ ઉપરથી જેકેટ પહેરી હતી જે ખૂબ જ ક્લાસિક લૂક આપતી હતી.

ચેક પ્રિન્ટ સાડી વિથ બેલ્ટ

Taapsee Pannu
તાપસી સાડી સાથે ટાઇ જ નહીં બેલ્ટ પણ પહેરી ચૂકી છે. ફિલ્મ મુલ્કની જ એક પ્રમોશન ઇવેન્ટમાં તાપસીએ ફેશન ડિઝાઇનર પુનીત બાલનના લેટેસ્ટ બ્રાઇડલ કલેક્શન બગરુની સાડી પહેરી હતી. આ સાડી પણ તેની ફેશન સ્ટાઇલિસ્ટ દેવકીએ જ સ્ટાઇલ કરી હતી.

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

લિનન સાડી કિમોનો જેકેટ સાથે

Taapsee Pannu

ફેશન ડિઝાઇનર સુપર્ણા સોમની ડિઝાઇન કરેલી લિનન ઝોબા સાડી પહેરીને પણ તાપસી પન્નૂએ એક વાર ફિલ્મ મુલ્કનું પ્રમોશન કર્યું હતું. આ સાડી સાથે તાપસીએ લિનન ઝોબા કિમોનો જેકેટ પણ ક્લબ કરી હતી જે ઇન્ડો-જાપાની લૂક આપતી હતી. તમે પણ આ લૂક ટ્રાય કરી શકો છો. ખાસ તો કોઇ ઑફિશિયલ પાર્ટી કે મીટિંગમાં આ રીતે સાડી ડ્રેપ કરી શકો છો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK