શરદપૂનમ થોડાક દિવસો પહેલાં આપણે ઊજવી અને હવે તો આવશે દિવાળી. પરંતુ, 'સ્વરગુર્જરી'એ શરદપૂનમને કવિતા અને ગીતો દ્વારા ઊજવી હતી અને એ રીતે ઊજવ્યો ઉજાસ. પ્રતીકો-કલ્પનોની વાત આવે ત્યારે આપણને ચાંદ વગર નથી ચાલતું. કવિતા કે ગીતોને એ ચાર ચાંદ લગાવી દે છે. ચંદ્રની મોહિનીથી કોઈ કવિ બાકાત નહીં હોય.
આ એપિસોડમાં ચાંદ વિશેની કવિતા સુપ્રસિદ્ધ કલાકારો મેહુલ બૂચ તથા લુબ્ના સલીમે રજૂ કરી છે. સાહિત્યકાર-કવિ જયન્ત પંડ્યાની કવિતા 'ચાંદ છૂપ ન જાના'એ લાજવાબ પઠન કર્યું છે અભિનેતા મેહુલ બુચે તેમજ પરવીન શાકિરની ખૂબસૂરત કવિતા 'આધા ચાંદ' સરસ રીતે રજૂ કરી છે લુબ્ના સલીમે. પૂર્ણિમાના દિવસે જ રેકોર્ડ કરેલું શરદપૂનમનું સુંદર ગીત લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદીએ અદભુત ગાયું છે. સાથે સુપરહિટ વાગ્યો રે ઢોલ તો ખરું જ. 'સ્વરગુર્જરી'ના ચાંદને સમર્પિત આ એપિસોડમાં દર્શકોને મજા આવશે જ. તો, ચાલો ઊજવીએ ચાંદ.
'સ્વરગુર્જરી': સંગીત નૃત્યથી દેવીની આરાધના
24th November, 2020 11:12 ISTરાસમણિનો રમણીય રાસ તથા નારીશક્તિને ઉજાગર કરતો ગરબો
27th October, 2020 14:15 IST'સ્વરગુર્જરી': સ્વરયોગિની ડૉ. પ્રભા અત્રે અને જગત જનની....
20th October, 2020 17:23 ISTદર્શન રાવલની ફૅન્સને ભેટ: જન્મદિવસે રિલીઝ થયું નવું ગીત 'જુદાઈયાં'
18th October, 2020 14:35 IST