સેક્સ સંબંધિત આ આંકડાઓથી તમે વાકેફ છો કે નહીં?

Updated: Sep 09, 2020, 22:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સેક્સ શબ્દ સાંભળીને લોકો મોઢુ છુપાડે છે. માણસો વચ્ચેનો શારીરિક સંબંધ ખૂબ જ પેચીદો છે. આને સરળ શબ્દમાં કહેવું કે સમજાવવું મુશ્કેલ છે. વિશ્વમાં જેટલા પ્રકારના માણસો છે તેટલા પ્રકારની તેમની શારીરિક ભૂખ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ શબ્દ સાંભળીને લોકો મોઢુ છુપાડે છે. માણસો વચ્ચેનો શારીરિક સંબંધ ખૂબ જ પેચીદો છે. આને સરળ શબ્દમાં કહેવું કે સમજાવવું મુશ્કેલ છે. વિશ્વમાં જેટલા પ્રકારના માણસો છે તેટલા પ્રકારની તેમની શારીરિક ભૂખ છે. તેમની સેક્સને લઈને અપેક્ષા અને કલ્પનાઓ પણ ઘણી છે. દરેક વ્યક્તિની શારિરીક ઈચ્છા અલગ પ્રકારની હોય છે.

લોકોની અપેક્ષા જુદી હોવાથી ચોક્કસ અવલોકન ઉપર પહોંચવુ મુશ્કેલ છે. સામાન્ય સેક્સ લાઈફ શું છે? આ સવાલનો જવાબ શોધવા માટે અમૂક આંકડાઓનું અવલોકન કરવામાં આવ્યું પણ આ બાબતે કંઈ ચોક્કસ કહી શકાય નહીં. સમાજ કેટલો પણ ડેવલપ હોય પણ સેક્સને લઈને લોકો ખુલ્લી વાત કરી શકતા નથી. અમૂક લોકો સચ્ચાઈને છુપાવે છે જ્યારે અમૂક લોકો વધારે પડતુ રજૂ કરે છે. પરંતુ એક સર્વે દ્વારા સેક્સનું મહત્વ સમજાયું છે.

બીબીસીના રિપોર્ટ મુજબ વિશ્વમાં અમૂક લોકો એવા છે જેમને સેક્સની જરૂરિયાત પડી નથી. સાઈકોલૉજી અને સેક્સુએલિટી નામની વેબસાઈટમાં આપેલા આંકડા મુજબ આવા લોકો કુલ માનવસંખ્યાના 0.3 થી 0.4 ટકા લોકો હોઈ શકે છે. એક ટકા લોકોને સેક્સમાં રસ જ નથી, જોકે આ લોકોએ ક્યારે શારીરિક સંબંધ રાખ્યા પણ નહી હોય. વિશ્વમાં 15 ટકા લોકો સમલૈગિંક સંબંધમાં રસ ધરાવે છે.

હંમેશા માનવામાં આવે છે કે કેઝ્યુઅલ સેક્સ હંમેશા બે લોકો ભટકાય તેનાથી થાય છે. પણ હકીકત જુદી છે. જે ‘વન નાઈટ સ્ટેન્ડ’ની વાત કરવામાં આવે છે તે ખૂબ જ ઓછું બને છે. લોકોનું એવુ પણ માનવુ છે કે આવા સંબંધ ફક્ત યુવાઓ વચ્ચે છે. પરંતુ વર્ષ 2009માં એક અમેરિકન સર્વે મુજબ વૃદ્ધો અને યુવાઓનો આંકડો સરખો જ હતો.

જર્નલ ઑફ સેક્યુઅલ મેડિસિન અનુસાર, સૌથી વધુ 53 ટકા લોકો લાંબા સંબંધ રાખવાના હેતુથી સેક્સ કરે છે. જ્યારે 24 ટકા લોકો કેઝ્યુઅલ પાર્ટનર સાથે સંબંધ રાખે છે. ફ્રેન્ડ સાથે સંબંધ રાખનાર 12 ટકા જેટલા લોકો છે. જ્યારે અજાણી વ્યક્તિ સાથે નવ ટકા લોકો સેક્સ કરે છે.

અમેરિકામાં થયેલા ગ્લોબલ સેક્સ સર્વે મુજબ 40 ટકા લોકો અઠવાડિયામાં વાર સેક્સ કરે છે. જ્યારે 28 ટકા લોકો મહિનામાં એક કે બે વાર સેક્સ કરે છે. જ્યારે 18 ટકા લોકો એવા છે જેમણે છેલ્લા એક વર્ષથી સેક્સ કર્યું જ નથી. વધતી ઉંમરની સાથે સેક્સની એક્સાઈટમેન્ટ પણ ઓછી થાય છે. પરંતુ સર્વે મુજબ ઘણા વૃદ્ધો યુવાઓ સાથે સંબંધ રાખે છે. 86 ટકા મહિલાઓ અને 80 ટકા પુરુષો સામાન્ય યૌન સંબંધ રાખે છે. 67 ટકા મહિલાઓ અને 80 ટકા પુરુષો ઓરલ સેક્સ કરે છે. સેક્સના સમયની વાત કરીએ તો સામાન્ય રીતે 15થી 30 મિનીટનો સમય લાગે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK