Style Tips: આ ત્રણ ટિપ્સ અપનાવશો તો દરેક આઉટફિટ્સમાં દેખાશો સ્લિમ

મુંબઈ ડેસ્ક | Aug 14, 2019, 18:34 IST

જો તમે પણ ઇન્ડિયન ડ્રેસિસમાં ફેટ દેખાવાને ડરથી પહેરવાથી અચકાઓ છો તો આ ટિપ્સ અપનાવીને તમે પણ દેખાઇ શકો છો સ્લિમ.

Style Tips: આ ત્રણ ટિપ્સ અપનાવશો તો દરેક આઉટફિટ્સમાં દેખાશો સ્લિમ
સ્લિમ ટ્રીમ દેખાવાની બેસ્ટ ટિપ્સ

દરેક મહિલાની ઇચ્છા હોય છે કે તેની બૉડી પરફે્ક્ટ હોય. પણ દરેક મહિલા ફિટ હોય એ શક્ય નથી. ઘણી મહિલાઓ હોય છે પોતાની હેલ્ધી બૉડીને કારણે હેરાન થતી હોય છે અને તેમને સમજાતું નથી કે કેવી સ્ટાઇલના કપડાં તેના પર સારા દેખાશે. કેટલીક મહિલાઓ તો ઇન્ડિયન કપડાં જેમ કે સાડી, ડ્રેસ અને લહેંગો એ કારણસર નથી પહેરતી કારણકે તેમને લાગે છે કે તે આને કારણે વધારે જાડી દેખાશે. તેથી તે કંઇક એવું શોધતી હોય છે જેમાં તે ઓછી ફેટ અને સુંદર દેખાય. પણ સાડી, ડ્રેસ કે લહેંગો જે ઇન્ડિયન ફંક્શનમાં સુંદર લૂક આપે તે અન્ય આઉટફિટ આપી શકતાં નથી. જો તમે પણ ઇન્ડિયન સ્ટાઇલના કપડાંમાં ફેટ દેખાવાના ડરને કારણે અચકાઓ છો તો તમારી માટે લાવ્યા છીએ કેટલીક એવી ટિપ્સ જેથી તમે દરેક આઉટફિટમાં આકર્ષક દેખાશો.

How to look Slim

કુર્તો અને બોટમની પસંદગી વખતે રાખો ધ્યાન
ડ્રેસમાં પણ ઘણી મહિલાઓ જાડી દેખાતી હોય છે. જો તમે સ્લિમ અને લાંબા દેખાવા માગો છો તો અનારકલી સ્ટાઇલ તમારી માટે બેસ્ટ છે. જેનાથી તમને રૉયલ લૂક પણ મળે છે. જો તમે કુર્તો પહેરવાનું વિચારો છો તો નીલેન્થનો કુર્તો પહેરવાનું ટાળવું. હંમેશાં લૉન્ગ ફિટ કે એ-લાઇન કુર્તો જ પહેરવો. આ સિવાય તમે હૉરિઝોન્ટલ સ્ટ્રાઇપ્સવાળો કુર્તો પહેરવાનું ટાળવું કારણકે આમાં તમે શોર્ટ અને ફેટ દેખાઇ શકો છો. ફક્ત વર્ટિકલ સ્ટ્રાઇપવાળા ડ્રેસ જ પહેરવા. જે તમને સ્લિમિંગ ઇફેક્ટ આપવા માટે પર્ફેક્ટ છે. તમને વધુ સ્લિમ અને સુંદર લૂક આપવા માટે કુર્તાની સાથે બોટમનો પણ મહત્વનો ભાગ હોય છે. તમારા કુર્તાની સાથે બૉટમની પસંદગી પણ સમજણપૂર્વક કરવી. એ લાઇન કુર્તા સાથે હંમેશા લેગિન્સ કે જેગિન્સની પસંદગી શ્રેષ્ઠ ગણાય છે.

Vidya Balan

ફેબ્રિકની પસંદગી વખતે રાખવું ધ્યાન
સાડી કે લહેંગા માટે કાપડની પસંદગી કરતી વખતે ફેબ્રિકનું ધ્યાન રાખવું જરૂરી છે કારણકે કેટલાક એવા કાપડ હોય છે જેમાં તમે જાડાં દેખાઇ શકો છો. તેથી ક્રેપ, સાટિન, શિફૉન કે જોર્જટ જેવા હલ્કા ફેબ્રિક પહેરવા. જો તમને સિલ્ક પહેરવું ગમતું હોય, તો લાઇટવેઇટ સિલ્કની જ પસંદગી કરવી. જો શરીરના કોઇક ભાગનું ફેટ સંતાડવું હોય તો ટ્રિમર બેલ્ટનો ઉપયોગ પણ કરી શકો છો.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

પ્રિન્ટ્સ અને કલરનું પણ રાખો ધ્યાન
ફક્ત ફે્બ્રિક જ તમને સ્લિમ બતાવવામાં હેલ્પ નથી કરતું પણ તેમાં પ્રિન્ટ્સ પણ એટલું જ ભાગ ભજવે છે જો તમે સ્લિમ અને ટ્રીમ દેખાવા માગો છો તો પ્રિન્ટેડ સાડી હોય, લહેંગો, કુર્તો કે ડ્રેસ કે વેસ્ટર્ન ડ્રેસ હોય હંમેશા નાની પ્રિન્ટ જ પસંદ કરવી. આ સિવાય તમે દરેક આઉટફિટમાં સ્લિમ દેખાવા માગો છો તો ડાર્ક કલર્સના ડ્રેસની જ પસંદગી કરવી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK