સ્ટીમ-બેઝ્ડ જ્વેલરી ક્લીનર

Published: 5th October, 2011 17:04 IST

જ્વેલરીમાં લાગેલી ધૂળ અને મેલને સાફ કરવા માટે આપણે મોટે ભાગે ઘરગથ્થુ ઉપાયોનો જ સહારો લેતા હોઈએ છીએ, પણ આ જ્વેલરી ક્લીનર એક એવું મશીન છે જેની સ્ટીમવાળી ટેક્નૉલૉજીનો વપરાશ પ્રોફેશનલ જ્વેલરી ક્લીનિંગમાં થતો હોય છે.

 

આ રીતથી તમે એરિંગ કે નેકલેસમાં ભરાયેલી નાનામાં નાની ધૂળની રજકણને સાફ કરી શકો છો. આ મશીન ઘરમાં વાપરી શકાય છે, કારણ કે એ સાઇઝમાં કૉમ્પૅક્ટ હોવાને લીધે જગ્યા પણ ઓછી રોકે છે અને આ મશીનનું વજન પણ ફક્ત બે કિલોગ્રામ જેટલું જ છે. આ જ્વેલરી ક્લીનરમાંથી સ્ટીમ નીકળે છે જેની નીચે જ્વેલરીના પીસને ધરતાં એમાંથી ધૂળ અને રજકણો નીકળી જાય છે. એક જ્વેલરીને ક્લીન કરવા માટે બે મિનિટ જેટલો સમય લાગે છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK