સ્પ્રાઉટ્સ ઇન બ્લૅક બીન્સ સૉસ

Published: 2nd November, 2011 20:18 IST

સૌપ્રથમ બીન્સ-સ્પ્રાઉટ્સને વરાળમાં બાફી લો. કાંદા અને કૅપ્સિકમને એકદમ બારીક સમારો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં સમારેલા કાંદા નાખી સાંતળો. હવે એમાં કૅપ્સિકમ અને લસણ નાખી ફરી સાંતળો.

 



(મીતા ભરવાડા)

સામગ્રી

  • ૨૦૦ ગ્રામ ચાઇનીઝ બીન્સ-સ્પ્રાઉટ્સ
  • એક કાંદો એક કૅપ્સિકમ
  • અડધો કપ સમારેલા લીલા કાંદા
  • ચાર કળી વાટેલું લસણ
  • એક ચમચી બ્લૅક બીન્સ સૉસ
  • એક ચમચી ચિલી સૉસ
  • એક ચમચી વિનેગાર
  • એક ચમચી ટૉમેટો કેચ-અપ
  • અડધી ચમચી સાકર
  • મીઠું અને મરી સ્વાદ પ્રમાણે
  • બે ચમચા ઑલિવ ઑઇલ


રીત

સૌપ્રથમ બીન્સ-સ્પ્રાઉટ્સને વરાળમાં બાફી લો. કાંદા અને કૅપ્સિકમને એકદમ બારીક સમારો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં સમારેલા કાંદા નાખી સાંતળો. હવે એમાં કૅપ્સિકમ અને લસણ નાખી ફરી સાંતળો. ત્યાર બાદ એમાં બ્લૅક બીન્સ-સૉસ, ચિલી સૉસ, વિનેગાર, કેચ-અપ, સાકર, મીઠું અને મરી નાખી મિક્સ કરો. સ્પ્રાઉટ્સ અને લીલા કાંદા ઉમેરી બેથી ત્રણ મિનિટ સાંતળો. એને ગરમ-ગરમ પીરસો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK