વધુ ઇજેક્યુલેશન થવાથી સ્પર્મની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી ઘટતી જાય છે અને નબળાઈ આવે છે

Dr Ravi Kothari | Jan 09, 2019, 09:25 IST

ક્યારેક બહુ કામમાં હોઉં ત્યારે યાદ ન આવે, પણ જો રાતના સમયે થાક ન લાગ્યો હોય તો મૅસ્ટરબેશન કરવા માટે બેચેન થઈ ઊઠું.

વધુ ઇજેક્યુલેશન થવાથી સ્પર્મની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી ઘટતી જાય છે અને નબળાઈ આવે છે
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : હું ૨૩ વર્ષનો છું. છેલ્લાં ત્રણેક વરસથી મૅસ્ટરબેશનની આદત પડી છે. ક્યારેક બહુ કામમાં હોઉં ત્યારે યાદ ન આવે, પણ જો રાતના સમયે થાક ન લાગ્યો હોય તો મૅસ્ટરબેશન કરવા માટે બેચેન થઈ ઊઠું. સમસ્યા એ છે કે સંતોષ મેળવ્યા પછી મનને બહુ સારું લાગે, પણ શરીરથી નંખાઈ જવાય. ફ્રેન્ડ્સનું કહેવું છે કે વધુ ઇજેક્યુલેશન થવાથી સ્પર્મની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી ઘટતી જાય છે અને નબળાઈ આવે છે. લગ્ન પછી ફર્ટિલિટીની સમસ્યા આવે એવું ન થાય એ માટે શું કરવું? મેં વચલો રસ્તો કાઢ્યો છે કે મૅસ્ટરબેશન પછી ઇજેક્યુલેશન ન કરવું. જ્યારે વીર્ય બહાર નીકળવાનું હોય ત્યારે મૂવમેન્ટ બંધ કરીને એના પર અંગૂઠો દબાવી દઉં છું જેથી એ બહાર ન નીકળે. એમ છતાં ઊંઘમાં સ્ખલન થઈ જ જાય છે.

જવાબ : સૌથી પહેલાં તો તમારે એ જાણવું જરૂરી છે કે વીર્ય અંદર સંઘરી રાખવાથી કોઈ જ ફાયદો નથી. તમે હસ્તમૈથુન કરીને આનંદ મેળવો એ પછીથી વીર્યને કાઢી નાખવાને બદલે સંઘરી રાખશો તો એ અંદર ભરાઈ રહેશે એવું માનવાની જરૂર નથી. ધારો કે તમે એ કાઢી નાખશો તો પણ ચોવીસ કલાકમાં ફરી નવું વીર્ય બની જ જશે. વધુ વીર્ય વહાવી દેવાથી સ્પર્મ-કાઉન્ટ ઘટતા નથી, પરંતુ ખોટી લાઇફ-સ્ટાઇલ અને વ્યસનોને કારણે સ્પર્મ-કાઉન્ટ ઘટે છે.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કુદરતી વેગને ન રોકવો. એ પછી છીંક હોય, યુરિન હોય કે વીર્ય. પ્રકૃતિથી વિરુદ્ધ જઈને વેગો રોકવાથી વિકૃતિ સર્જાઈ શકે છે. વીર્યસ્ખલન એ મૈથુનની ચરમસીમા દરમ્યાન નીકળતો કુદરતી આવેગ છે. એને રોકવાથી તકલીફ થઈ શકે છે. જરૂરી નથી કે એનાથી વીર્યની ક્વૉલિટી કે ઇન્દ્રિયને જ નુકસાન થાય, પરંતુ ઓવરઑલ શરીરની ક્ષમતા પર પણ માઠી અસર પડે.

આ પણ વાંચો : પુરુષની નજર ખરાબ હોય તો તેમને આંખે પાટા બાંધીને ફરવું જોઈએ એવું કેમ નથી કહેવાતું?

પુરુષના શરીરમાં વીર્ય સતત બન્યા જ કરે છે. એ સંઘરી રાખવા માટે નથી. એ તમે સંઘરી રાખશો તો પણ નાઇટફૉલરૂપે નીકળી જશે. ભેગું કરવા ધારશો તોય નહીં કરી શકો. ઇન્દ્રિયને દબાવીને વીર્યસ્ખલન રોકવાનો કોઈ જ દેખીતો ફાયદો નથી, પણ નુકસાન થવાની શક્યતાઓ ચોક્કસ છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK