Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સોયા પાંઉભાજી

09 October, 2014 05:40 AM IST |

સોયા પાંઉભાજી

સોયા પાંઉભાજી



Soya Pavbhaji





સામગ્રી


  • બે ટેબલસ્પૂન તેલ
  • ત્રણથી ચાર ટેબલસ્પૂન બટર
  • એક ટેબલસ્પૂન આદું-લસણની પેસ્ટ
  • બે કાંદા
  • એક કૅપ્સિકમ
  • એક નંગ બાફેલું બટેટું
  • એક કપ સોયા ચન્ક
  • એક ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર
  • બે ટેબલસ્પૂન પાંઉભાજી મસાલો
  • ત્રણ નંગ ટમેટાંની પ્યુરી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • એકથી દોઢ કપ પાણી
  • સજાવટ માટે
  • કોથમીર બારીક સમારેલી
  • કાંદા બારીક સમારેલા
  • સર્વિંગ કરતી વખતે
  • બટરમાં શેકેલા પાંઉ


રીત


સૌથી પહેલાં સોયા ચન્કને મિક્સરમાં પીસી લો અને ત્યાર બાદ પાણીમાં પલાળી રાખો. હવે એક મોટી કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં બટર ઉમેરો. એમાં આદુ-લસણની પેસ્ટ, કાંદા અને કૅપ્સિકમ સાંતળો. પછી ટમેટાની પ્યુરી ઉમેરી બરાબર કુક થયા બાદ પાંઉભાજી મસાલો અને લાલ મરચું પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરી લો. મિક્સ થઈ ગયા બાદ બાફેલું બટેટું તેમ જ પીસેલા અને ભીંજવેલા સોયા ચન્ક્સ ઉમેરો. બધું એકરસ થવા દો. સોયા ચન્ક્સ તરત જ પાણી શોષી લે છે એટલે પાંઉભાજીમાં એક કપ પાણી ઉમેરવાની જરૂર પડશે. જોઈતું પાણી ઉમેરી સરખી ખદખદવા દો. કોથમીર, કાંદાથી ગાર્નિશ કરી ગરમ-ગરમ પાંઉભાજી સર્વ કરો.



Whatsapp-channel Whatsapp-channel

09 October, 2014 05:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK