ગેમર્સને મળશે ઘણી ફ્રી ગેમ્સ, Snap chat Snap Gamesએ શરુ કરૂ સર્વિસ

Apr 07, 2019, 16:59 IST

ગેમર્સ માટે ફરી એકવાર સારા સમાચાર. સ્નેપચૅટ સ્નેપ ગેમ્સ લઈને આવ્યું છે ફ્રી ગેમ્સની સર્વિસ. સ્નેપ ચૅટ ગેમ્સે આજે આ સર્વિસ લોન્ચ કરી છે. અહી યૂઝર્સ તેમના મિત્રો સાથે રીયલ ટાઈમમાં ગેમ રમી શકશે

ગેમર્સને મળશે ઘણી ફ્રી ગેમ્સ, Snap chat Snap Gamesએ શરુ કરૂ સર્વિસ
snap chat Snap Gamesએ શરુ કરૂ gaming સર્વિસ

ગેમર્સ માટે ફરી એકવાર સારા સમાચાર. સ્નેપચૅટ સ્નેપ ગેમ્સ લઈને આવ્યું છે ફ્રી ગેમ્સની સર્વિસ. સ્નેપ ચૅટ ગેમ્સે આજે આ સર્વિસ લોન્ચ કરી છે. અહી યૂઝર્સ તેમના મિત્રો સાથે રીયલ ટાઈમમાં ગેમ રમી શકશે. સ્નેપચૅટે તેના પાર્ટનર સમિટ snap games વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગેમ્સની સિરીઝને રિલીઝ કરવામાં આવશે જેમા bitmoji party પણ હશે.

સ્નેપચૅટે તેના આધિકારિક ટ્વિટર હેન્ડલથી બિટમોજી પાર્ટીનો વીડિયો શૅર કરતા લખ્યું હતું કે, બિટમોજી પાર્ટીમાં તમારું સ્વાગત છે. અને આ વીડિયોમાં એક ગેમ દેખાડવામાં આવી છે. સ્નેપચૅટ યૂઝર્સ snap games ફિચરને ચૅટ ફિચર સાથે જ એક્સેસ કરી શકશે. નવા અપડેટ સાથે યૂઝર્સને રોકેટ બટનનો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરીને ગેમ મોડ એક્ટિવ કરી શકશે અને મિત્રો સાથે મળીને ગેમની મજા માણી શકશે.

દિવસે દિવસે લોકોમાં ઓનલાઈન ગેમિંગ વધી રહ્યું છે. pub g જેવી ગેમ્સનો આનંદ લોકો માણી રહ્યા છે ત્યારે સ્નેપચૅટ પણ ઓનલાઈન ગેમિંગની સિરીઝ લઈને આવ્યું છે જ્યા યૂઝર્સ ફ્રેન્ડ્સ સાથે મળીને ઘણી બધી ગેમ્સનો આનંદ માણી શકશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK