ગરમીમાં મેળવો સ્મૂધ ને સુંવાળા અન્ડરઆર્મ

Published: 13th October, 2011 18:33 IST

આપણા શરીરના કેટલાક ભાગો એવા છે જે દરેક ચીજથી ખૂબ સેન્સિટિવ છે. ખાસ કરીને એ એરિયા જ્યાંથી હેર રિમૂવિંગ વધારે પ્રમાણમાં કરવામાં આવતું હોય. એમાં સમાવેશ થાય છે બગલ તેમ જ પ્રાઇવેટ એરિયાઓનો. કેટલાક લોકોને શરીર પર ડિઓડરન્ટ વાપરતાં કેમિકલ રીઍક્શનને લીધે રૅશિઝ પડી જાય છે. અહીં આપી છે કેટલીક ટિપ્સ જે તમારા અન્ડરઆર્મને કમ્ફર્ટેબલ અને ઇરિટેશન-ફ્રી રાખશે.રેઝર

જો તમે નિયમિત રેઝર વાપરતા હો તો એની બ્લેડ પર થોડું વધારે અટેન્શન આપો. શક્ય હોય ત્યાં સુધી બેસ્ટ ક્વૉલિટીની બ્લેડ વાપરો. સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકો માટે ડિસ્પોઝેબલ એટલે કે એક વાર વાપરીને ફેંકી દેવાય એવું રેઝર અને બ્લેડ સારાં રહે છે જેથી કોઈ ઇન્ફેક્શનનો ડર ન રહે. જ્યારે તમે નૉર્મલ રેઝર વાપરો છો ત્યારે એમાં વાળ તેમ જ સાબુ ભરાઈ જાય છે જે બૅક્ટેરિયાનો ઉપદ્રવ વધારે છે. માટે દર અઠવાડિયે બ્લેડ ચેન્જ કરવી હિતાવહ છે.

વૅક્સ

સંવેદનશીલ બગલ ધરાવતા લોકો માટે હેર રિમૂવિંગ માટે વૅક્સ એ સૌથી બેસ્ટ ઉપાય છે, કારણ કે વૅક્સ ચાર કે છ અઠવાડિયે એક વાર જ કરાવવાની જરૂર પડે છે અને આ સમયગાળા દરમ્યાન તમે સ્કિન સાથે ચેડાં નહીં કરો એટલે એ સ્મૂધ અને સૉફ્ટ રહેશે.

ડિઓડરન્ટ

ડિઓડરન્ટ અને ઍન્ટિ-પ્રિસ્પરિન્ટ સેન્સિટિવ અન્ડરઆર્મને વધારે ઇરિટેશન આપી શકે છે. જો તમને લાગતું હોય કે કોઈ ડિઓડરન્ટ તમને સૂટ નથી કરતું તો તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરો અથવા ટૅલ્કમ પાઉડર વાપરવો તમારા માટે વધારે સારો રહેશે.

ફંગસ

પસીનાથી બગલ ભીની અને થોડી વૉર્મ રહે છે અને એને લીધે આ એરિયામાં ફંગલ ગ્રોથ વધી શકે છે. સ્નાન કર્યા પછી અન્ડરઆર્મને સારી રીતે ટુવાલથી કોરા કરવા જોઈએ અને બેસ્ટ ટ્રાય કરો કે કોઈ પણ ઇન્ફેક્શન ન થાય એ માટે હંમેશાં અન્ડઆર્મ કોરા રહે એનું ખાસ ધ્યાન રાખો.

અન્ડરઆર્મની કાળાશને આ રીતે દૂર કરી શકાય

વૅક્સિંગ : વૅક્સિંગ કરવાથી બગલના વાળ મૂળ સાથે નીકળી જાય છે. વૅક્સિંગમાં વૅક્સ ગરમ હોવાથી ડેડ સ્કિનનો પણ નિકાલ થાય છે અને સ્કિન સાફ લાગે છે. વૅક્સિંગ રેગ્યુલરલી કરાવતા રહેવાથી સ્કિનની કાળાશ પણ દૂર થાય છે.

બ્લીચ : જો ક્વિક રિઝલ્ટ જોઈતું હોય તો પાર્લરમાં જઈને અન્ડરઆમ્ર્સમાં બ્લીચ કરાવી શકાય. આ માટે બૉડી-બ્લીચનો વપરાશ કરવો. બ્લીચ તમારી સ્કિનને સૂટ થતું હોવું જોઈએ. સેન્સિિટવ સ્કિન ધરાવતા લોકોએ બ્લીચનો ઉપયોગ ટાળવો.

ચંદન પાઉડર : ચંદનના પાઉડરને થોડા પાણી કે ગુલાબજળ સાથે મિક્સ કરીને આ પેસ્ટ બગલમાં લગાવો અને ઘસો. થોડી વાર ઘસ્યા પછી ઠંડા પાણી વડે ધોઈ નાખો.

કાકડી : આ માટે કાકડીને ખમણીને એનો રસ કાઢો અને એમાં ચપટી હળદર મિક્સ કરો. વધારે સારી ઇફેક્ટ માટે લીંબુનો રસ પણ ઉમેરી શકાય. આ મિશ્રણ અડધો કલાક સુધી બગલમાં લગાવી રાખો અને પછી સાફ પાણી વડે ધોઈ નાખો. સ્કિન ડાઘરહિત અને ચમકતી થઈ જશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK