Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > હવે 1 જુલાઇથી તમે WhatsApp ને સ્માર્ટફોનમાં ઉપયોગ નહી કરી શકો

હવે 1 જુલાઇથી તમે WhatsApp ને સ્માર્ટફોનમાં ઉપયોગ નહી કરી શકો

27 June, 2019 07:26 PM IST | Mumbai

હવે 1 જુલાઇથી તમે WhatsApp ને સ્માર્ટફોનમાં ઉપયોગ નહી કરી શકો

હવે 1 જુલાઇથી તમે WhatsApp ને સ્માર્ટફોનમાં ઉપયોગ નહી કરી શકો


Mumbai : વિશ્વભરમાં વોટ્સ એપના યુઝર્સ સૌથી વધારે છે. ત્યારે આ વોટ્સ એપ યુઝર્સને લઇને એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. સ્માર્ટફોન યુઝર્સની સૌથી વધુ લોકપ્રિય એપ્લિકેશન વોટ્સએપ અનેક યૂઝર્સ માટે ખરાબ સમાચાર લઇને આવી છે. કંપનીએ તેના FAQ સપોર્ટ પેઇઝ પર જણાવ્યું છે કે એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને ઓપરેટિંગ સિસ્ટમ્સ, આઇઓએસ 7 અને તેનાથી જુની ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ચાલી રહેલા આઇફોન પર પણ 1 ફેબ્રુઆરી 2020 બાદ વોટ્સએપ કામ કરશે નહીં.

શું કહ્યું વોટ્સ એપ કંપનીએ

કંપનીએ તેના બ્લૉગમાં લખ્યું છે કે જે યૂઝર્સ આ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગ કરી રહ્યા છે તેઓ નવું એકાઉન્ટસ નવું વેરિફિકેશન, નવી એક્ટિવિટી કરી શકશે નહીં,વોટ્સએપે જણાવ્યું હતું કે આ જાહેરાત ફક્ત તે લોકો પર અસર કરશે જેઓ 6 વર્ષથી વધુ જુનો સ્માર્ટફોન યૂઝ કરે છે.

બ્લૉગમાં વોટ્સએપ એ પણ લખ્યું હતું કે 31 ડિસેમ્બર 2019 પછી વિન્ડોઝ ફોનમાં વોટ્સએપ બંધ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે 1 જુલાઇ 2019થી, વિન્ડોઝ સ્ટોર પરથી વૉટ્સએપને દૂર કરવામાં આવશે. સ્ટટકાઉન્ટરના અહેવાલ અનુસાર વિશ્વભરમાં માત્ર 0.24% લોકો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

કંપનીએ અહેવાલમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયે વોટ્સએપ એન્ડ્રોઇડના 4.0.3 વર્ઝન બાદ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર કામ કરે છે. આઇફોનમાં તે આઇઓએસ 8 બાદ તમામ વર્ઝન માટે ઉપલબ્ધ છે અને KaiOS 2.5.1 બાદ ઓએસ પર ચાલે છે જેમાં જિયોફોન અને જિયોફોન 2 સામેલ છે તેના પર ચાલે છે. કોઈ સક્રિય પ્લેટફોર્મ ન હોવાને કારણે વોટ્સએપ કોઈપણ સમયે વિન્ડોઝમાં કામ કરવાનું બંધ થઇ જશે


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 07:26 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK