Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સ્માર્ટ પરિણીતી

30 June, 2017 05:44 AM IST |

સ્માર્ટ પરિણીતી

સ્માર્ટ પરિણીતી


parineeti

સ્ટાર & સ્ટાઇલ

ટૉપ, ધોતી અને કેપ ટૉપ. ટૉપ બૉડી-હગિંગ છે. ધોતીની સ્ટાઇલ ઇન્ટરેસ્ટિંગ છે. આ અફઘાની ધોતી છે અને એ પણ હાઈ વેસ્ટ પહેરવામાં આવી છે. અને ધોતી જ્યાં શરૂ થાય છે ત્યાં કોલેપ્સ આપવામાં આવ્યા છે એટલે કે હાફ સર્કલ. ધોતીનું ફૅબ્રિક ફ્લોઈ છે, જેથી એનો ફૉલ સારો પડે છે. પગમાં તેણે  આઉટફિટને અનુરૂપ ન્યુડ શેડમાં હીલ્સ પહેરી છે. આ આઉટફિટમાં સૌથી હટકે હોય તો તેનું કેપ ટૉપ, જે કૉન્ટ્રાસ્ટ કલરમાં છે. પરિણીતીએ તેના હેર બાંધીને એક નીટ લુક આપ્યો છે. કેપ ટૉપને અનુરૂપ મૅચિંગ લૉન્ગ ઇઅર-રિંગ પહેયાર઼્ છે અને હાથમાં સ્ટેટમેન્ટ રિંગ લુકને કમ્પ્લીટ લુક આપે છે.

આ લુક કોઈ પણ અપનાવી શકે. તમારું ટૉપ ભલે શૉર્ટ લેન્ગ્થનું હોય, પરંતુ એને કવર કરવા માટે કેપ ટૉપ છે. આ લુક લાંબી પાતળી યુવતીઓ પર વધારે સારો લાગશે. જો સ્થૂળ શરીરવાળી યુવતીઓને પહેરવું હોય તો ટૉપની લેન્ગ્થ લાંબી રાખવી, જેથી જો પેટનો ભાગ વધારે હોય તો ખરાબ ન લાગે. ખાસ ધ્યાનમાં રાખવું કે આવાં આઉટફિટ કૉન્ફિડન્સ વગર ન પહેરવાં.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2017 05:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK