સ્લીવલેસ આઉટ, ફુલ સ્લીવ ઇન

Published: 27th December, 2012 06:44 IST

સાડીને વધુ ગ્લૅમરસ બનાવવા માટે એની સાથે સ્ટ્રેપલેસ અને બૅકલેસ બ્લાઉઝ પહેરાવા લાગ્યા અને પછી વિદ્યા બાલને થ્રી-ફોર્થ સ્લીવનો ટ્રેન્ડ ફરી હિટ બનાવ્યો ત્યાં સુધી કે સ્ટાઇલને બધા વિદ્યા બાલન સ્લીવ તરીકે ઓળખવા લાગ્યા અને હવે આખા હાથ ઢંકાય એવી ફુલ સ્લીવવાળા બ્લાઉઝનો ટ્રેન્ડ આવ્યો છે.
સ્ટાર & સ્ટાઇલ

સાડીને વધુ ગ્લૅમરસ બનાવવા માટે એની સાથે સ્ટ્રેપલેસ અને બૅકલેસ બ્લાઉઝ પહેરાવા લાગ્યા અને પછી વિદ્યા બાલને થ્રી-ફોર્થ સ્લીવનો ટ્રેન્ડ ફરી હિટ બનાવ્યો ત્યાં સુધી કે સ્ટાઇલને બધા વિદ્યા બાલન સ્લીવ તરીકે ઓળખવા લાગ્યા અને હવે આખા હાથ ઢંકાય એવી ફુલ સ્લીવવાળા બ્લાઉઝનો ટ્રેન્ડ આવ્યો છે. અને એ પણ નેટ અને લેસ જેવા મટીરિયલમાં. અહીં સાડીને સિમ્પલ અને બ્લાઉઝને હેવી રાખવામાં આવે છે. જેમ-જેમ સ્ત્રીઓ વધુ ને વધુ સ્ટાઇલ કૉન્શિયસ બની રહી છે એમ આ પ્રકારની નવી ડિઝાઇનો આવતી રહે છે. હાથને પૉલ્યુશન અને તડકાથી બચાવવાનો પણ આ એક ઉપાય છે. અત્યારે ઠંડી છે એટલે પણ આ ટ્રેન્ડ અપનાવી શકાય છે. બૉલીવુડમાં અંગપ્રદર્શનમાં માનનારી ઍક્ટ્રેસો પણ હવે આ રીતે ફુલ સ્લીવના બ્લાઉઝ પહેરી રહી છે. બિપાશાએ યલો કલરની સાડી સાથે કૉન્ટ્રાસ્ટ એવું પિન્ક નેટનું બ્લાઉઝ પહેર્યું છે, જેમાં આગળના ભાગમાં ચુન આપવામાં આવી છે. બાકીની ઍક્ટ્રેસો ફક્ત સ્લીવ જ હેવી હોય એવું બ્લાઉઝ પહેરે છે જેથી હાથમાં કોઈ ઍક્સેસરીઝ પહેરવાની ઝંઝટ ન રહે. ઐશ્વર્યા અવારનવાર આ જ ટાઇપના બ્લાઉઝમાં જોવા મળે છે. જોકે તાજેતરમાં એક ઇવેન્ટમાં તેણે ફુલ સ્લીવના બ્લાઉઝમાં આગળના ભાગમાં થોડાં ફુમતાં લગાવ્યાં હોય એ ટાઇપની ડિઝાઇન કરાવી હતી. આમ તો આવી લાંબી સ્લીવની પૅટર્ન ૮૦ના દાયકામાં વધુ જોવા મળતી, પરંતુ દરેક ટ્રેન્ડની જેમ આ ટ્રેન્ડ પણ ફરી આવ્યો છે. પ્રિયંકા ચોપડાએ એક ફંક્શનમાં આવું જ એક ફુલ સ્લીવવાળું બ્લાઉઝ પહેર્યું હતું.

ફુલ સ્લીવ ફૉર્મલ લુક આપે છે અને ડ્રેસી લાગે છે. કોઈ મોટા ફંક્શનમાં જ્યારે ગાઉન ન પહેરવું હોય ત્યારે આ પ્રકારના બ્લાઉઝ સાથે પહેરેલી સાડી બેસ્ટ લાગશે. ગળાની પૅટર્નમાં ડીપ નેક, બોટ નેક કે આખું પૅક ગળું પણ સારું લાગશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK