Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સ્કર્ટ પહેરવાનાં સીક્રેટ્સ

સ્કર્ટ પહેરવાનાં સીક્રેટ્સ

06 August, 2012 06:17 AM IST |

સ્કર્ટ પહેરવાનાં સીક્રેટ્સ

સ્કર્ટ પહેરવાનાં સીક્રેટ્સ


skirtમૉન્સૂનમાં ટૂંકાં કપડાં પહેરવાના ટ્રેન્ડમાં સ્કર્ટનો પણ સમાવેશ થાય છે. કૅપ્રી અને લેગિંગ્સ પહેરીને હવે કંટાળ્યાં હો અને શૉર્ટ્સ પહેરવાનો કૉન્ફિડન્સ ન હોય તો ગોઠણ સુધીનાં સ્કર્ટ્સ ટ્રાય કરવા જેવાં છે, પરંતુ સ્કર્ટની પસંદગી કરવામાં મોટા ભાગે લોકો થાપ ખાઈ જાય છે અને કંઈક એવું પહેરી લે છે જે તેમના શરીર પર શોભતું ન હોય. આવું ટાળવા માટે બૉડી-ટાઇપને ધ્યાનમાં રાખીને સ્કર્ટની પસંદગી કરવી જોઈએ.

પિયર શેપ્ડ



કેટલીક યુવતીઓને હેવી બૉટમ અને થાઇઝના પ્રૉબ્લેમ ખરેખર ડ્રેસિંગ કરવામાં નડે છે. આ પ્રૉબ્લેમ એરિયા સાથે સ્કર્ટ પહેરવાનો ડર ચીડ ચડે એવો છે, કારણ કે પહેલાં તો એ ડર હોય કે મારા પર સૂટ થશે કે નહીં અને પર્હેયા બાદ એ ડર છે કે એ સૂટ થાય છે કે નહીં, પરંતુ ફૅશનના રૂલ પ્રમાણે એ પણ ખોટું નથી કે હેવી પ્રૉબ્લેમ એરિયા પરથી નજર હટાવવા માટે સ્કર્ટ અને ડ્રેસિસ જેવું બીજું કંઈ નથી.


ઘેરા રંગો સ્લિમ ઇફેક્ટ આપવા માટે બેસ્ટ ગણાય છે. અહીં બ્લૅક તમારો ફેવરિટ હોય તોય બીજા રંગો સાથે એક્સપરિમેન્ટ કરતા રહો. ન્યુટ્રલ કલરના ટૉપ સાથે પહેરતા બોલ્ડ, બ્રાઇટ અને ઘેરા રંગોની પ્રિન્ટ ખૂબ સુંદર લાગશે.

ફિટિંગવાળા કે ફ્લેરવાળાં એ-લાઇન સ્કર્ટ કમર અને હિપ્સ વચ્ચે સંતુલન જાળવી રાખશે તેમ જ આખા શરીરને યોગ્ય ફ્રેમ આપશે.


પાંચ ફૂટથી નાની હાઇટ ધરાવતી સ્ત્રીઓએ સ્કર્ટની લંબાઈ ગોઠણ સુધીની કે એનાથી ટૂંકી રાખવી જોઈએ અથવા ફુલ લેન્ગ્થ સ્કર્ટ પણ પહેરી શકાય, પરંતુ થþી-ફોર્થ લેન્ગ્થનાં સ્કર્ટ્સ તમારી હાઇટ સાથે સૂટ નહીં થાય. ટૂંકા સ્કર્ટમાં તમારા સુંદર પગ દેખાશે અથવા લાંબા સ્કર્ટર્‍માં એ ઢંકાઈ જશે.  મિડ-કાફ લેન્ગ્થના સ્કર્ટર્‍માં તમારી હાઇટ વધુ નાની લાગશે. લાંબી હાઇટ ધરાવતી સ્ત્રીઓને લંબાઈ સાથે એક્સપરિમેન્ટ કરવાની છૂટ છે.

ફ્લેરવાળાં સ્કર્ટ્સ કે એવા ડ્રેસિસ જે પીઠ પર બરાબર બેસે અને કમર પાસેથી ઘેર હોય એવાં સ્કર્ટ્સ હેવી બૉટમને ઢાંકવામાં મદદરૂપ થશે.

હિપ્સનો ભાગ હેવી હોય તેમણે ખૂબ ટૂંકાં સ્કર્ટ્સ પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ રીતે એ જ ભાગ પર ધ્યાન જશે જે ખરાબ લાગશે.

પાતળું શરીર

પાતળી ફ્રેમવાળું શરીર મળ્યું હોય, ફિગર સમતોલ હોય અને પેટ પણ ફ્લૅટ હોય તો સ્કર્ટ્સ ખૂબ સારાં લાગશે. આવું મૉડલ ટાઇપ ફિગર ધરાવતી યુવતીઓ માટે સ્કર્ટર્‍નું સિલેક્શન કરવામાં પર્યાયોની કોઈ કમી નથી.

સ્લિમ ફ્રેમ પર મોટા ભાગે બધા જ રંગો સૂટ થાય છે; પછી એ બ્રાઇટ હોય, પેસ્ટલ કે રિચ શેડ્સ. પરંતુ જ્યાં સુધી તમારે વધુ પાતળું ન દેખાવું હોય ત્યાં સુધી બ્લૅક અને ખૂબ ડાર્ક કલર પહેરવાનું ટાળવું.

પાતળી કમરને વધુ નિખારવા માટે ડેનિમ કે કૉટનનાં શૉર્ટ સ્કર્ટ પહેરો. આ સ્ટાઇલ લાંબી અને ટૂંકી બન્ને હાઇટ પર સારી લાગશે. સાથે કૅઝ્યુઅલ ટી-શર્ટ અને ફ્લિપ-ફ્લૉપ શૂઝ પહેરી શકાય.

શરીર પર ટાઇટ બેસે એવાં પેન્સિલ સ્કર્ટ સારાં લાગશે, પરંતુ એની લંબાઈ ગોઠણથી થોડી ઉપર હોવી જોઈએ.

આખી ફ્રેમ પાતળી હોય એટલે બલૂન સ્કર્ટ અને ફ્લેરવાળાં સ્કર્ટ સારાં લાગશે. ફૉર્મલવેઅર તરીકે આ સ્કર્ટ્સ સાથે સ્માર્ટ ફિટિંગવાળું બ્લાઉઝ પહેરી શકાય.

હેવી અપર બૉડી

અહીં પ્રશ્ન એ થાય કે અપર બૉડીને સ્કર્ટની પસંદગી સાથે શું લેવા-દેવા, પરંતુ પર્ફેક્ટ લુક માટે શરીરના દરેક ભાગને કન્સિડર કરવો જરૂરી છે.

અપર બૉડી હેવી હોય તો સ્કર્ટ સાથે લૂઝ ફિટિંગ ધરાવતું ટૉપ પહેરવું. ફૅબ્રિક જેટલું હેવી હશે એટલું જ એ ભાગ પર ધ્યાન ઓછું જશે.

યોગ્ય ફિટિંગવાળું એ-લાઇન સ્કર્ટ બૉડીના રેશિયોને બૅલેન્સ કરશે. પ્લીટેડ સ્કર્ટ્સ પણ તમારી પાતળી કમરને હાઇલાઇટ કરશે.

સ્કર્ટ સાથે પ્લીટ્સવાળાં ટૉપ્સ, ડીપ નેક અને બૉટમ નેકવાળાં ટૉપ પહેરવાનું ટાળવું.

ઑલઓવર હેવી બૉડી

ઑલઓવર બૉડી હેવી હોય ત્યારે સ્કર્ટની પસંદગી કરવી થોડી ટ્રિકી છે. આવા શરીર માટે એવાં કપડાં પસંદ કરવાં જોઈએ જેમાં શરીર થોડું ડેલિકેટ લાગે.

ખૂબ લૂઝ પણ નહીં અને ખૂબ ટાઇટ પણ નહીં એવાં સ્કર્ટ સારાં લાગશે. ખૂબ ટાઇટ હશે તો હેવી બૉડી વધુ હેવી દેખાશે, જ્યારે ખૂબ લૂઝ કપડાં પહેરશો સારું શરીર પણ ઢંકાઈ જશે.

ફૉર્મલ ડ્રેસિંગમાં સ્કર્ટ્સ પહેરો ત્યારે ફિટિંગ એ રીતનું રાખવું કે જેમાં વધેલી ચરબી ન દેખાય તેમ જ ઓવરઑલ સ્લિમ ઇફેક્ટ આવે.

ડાર્ક કલર્સ તમારા માટે બેસ્ટ રહેશે, પરંતુ અપર કે લોઅરમાંથી એ પાર્ટ સ્લિમ હોય એને બ્રાઇટ કલર પહેરી હાઇલાઇટ કરો.

જો સારી હાઇટ હોય તો એનો ફાયદો ઉઠાવો અને ગોઠણ સુધીના સ્કર્ટ સાથે ઊંચી એડીનાં શૂઝ પહેરો, પરંતુ જો હિપ્સ વધુ હેવી હોય તો હેમલાઇન પ્રત્યે ધ્યાન આપવું.

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 06:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK