Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > Skin Care Tips:પાર્લર જવાનો સમય નથી તો 10 રૂ.માં મેળવો ફેશિયલ જેવો ગ્લો

Skin Care Tips:પાર્લર જવાનો સમય નથી તો 10 રૂ.માં મેળવો ફેશિયલ જેવો ગ્લો

07 August, 2019 04:56 PM IST | મુંબઈ ડેસ્ક

Skin Care Tips:પાર્લર જવાનો સમય નથી તો 10 રૂ.માં મેળવો ફેશિયલ જેવો ગ્લો

કૉફી સ્ક્રબની મદદથી મેળવો ઇન્સ્ટન્ટ ગ્લો

કૉફી સ્ક્રબની મદદથી મેળવો ઇન્સ્ટન્ટ ગ્લો


ફંકશન હોય કે લગ્નમાં જવું હોય, કે પછી કોઇ તહેવાર હોય, કે પાર્ટનર સાથે ડિનર પર જવું હોય છોકરીએ અને મહિલાઓ સૌથી પહેલું ધ્યાન પોતાના ચહેરા પર આપે છે અને ચહેરા પર ગ્લો લાવવા માટે સૌથી પહેલા ફેશિયલ કરાવવા પાર્લર જતી હોય છે. પણ જો તમારી પાસે પાર્લર જવાનો સમય જ નથી તો તમે શું કરશો...

આ પ્રશ્નના જવાબ માટે અમે તમારી માટે www.gujaratimidday.com પર લાવ્યા છીએ આ નુસ્ખો જેમાં તમે વધુ ખર્ચો પણ નહીં કરવો પડે અને તમે ફેશિયલ ગ્લોથી પણ વધુ ગ્લો મેળવી શકો છો. જેની માટે તમારે માત્ર 10 જ રૂપિયા ખરચવા પડશે. તો આવો જાણીએ એ ઘરગથ્થુ ઉપાય વિશે....



આ ઘરગથ્થુ ઉપાય માટે સામગ્રી
1. કૉફી પાઉડર 2 ચમચી


Cofee Powder
2. સાકર 1 ચમચી

Sugar
3 નાળિયેરનું તેલ અડધી ચમચી


Coconut Oil

બનાવવાની રીત
સૌથી પહેલા તમે ત્રણે વસ્તુ એટલે કે કૉફી પાઉડર, સાકર અને નાળિયેર તે સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેને ચહેરા પર લગાડો અને 10 મિનિટ સુધી તેને ચહેરા પર રહેવા દો. પછી તમારા હાથથી ચહેરા પર થોડી વાર માટે સ્ક્રબ કરો. પછી પાણીથી મોઢું ધોઇ લેવું. આમ કરવાથી તમે ચહેરા પર ફેશિયલ જેવો ગ્લો મેળવી શકો છો.

ઉપાય માટે આ ત્રણ વસ્તુઓ જ શું કામ?
નાળિયેર તેલ ફક્ત વાળ માટે જ નહીં પણ ત્વચા માટે પણ એક નેચરલ મોઇશ્ચરાઇઝર છે આ ત્વચાને સૉફ્ટ કરવામાં મદદ કરે છે. ખાસ તો ડ્રાય સ્કિન માટે ખૂબ જ સારું છે. આ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોને કારણે એક્ઝિમામાં પણ હેલ્પ કરે છે.

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

સાથે જ કૉફી પાઉડર એક સારું સ્ક્રબ છે જે ડેડ સ્કિનને રિમૂવ કરીને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે જેનાથી તમારે પાર્લર જઈને ફેશિયલ અને બૉડી સ્ક્રબ પર તમારા પૈસા ખરચ ન કરવા પડે.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2019 04:56 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK