Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અહીં રામાયણને લઈને છે અલગ માન્યતા, સીતાને માનવામાં આવે છે રાવણની દીકરી

અહીં રામાયણને લઈને છે અલગ માન્યતા, સીતાને માનવામાં આવે છે રાવણની દીકરી

28 August, 2019 04:07 PM IST | કેલંગ

અહીં રામાયણને લઈને છે અલગ માન્યતા, સીતાને માનવામાં આવે છે રાવણની દીકરી

આ મંદિરમાં રામાયણને લઈને છે અલગ માન્યતા

આ મંદિરમાં રામાયણને લઈને છે અલગ માન્યતા


હિમાચલના લાહૌલ સ્પીતિમાં રામાયણને લઈને અલગ માન્યતા છે. અહીં સીતાને રાવણની દીકરી માનવામાં આવે છે. આવો કોઈ પુસ્તકમાં ઉલ્લેખ નથી મળતો પરંતુ લોકોમાં એવી કહાનીઓ પ્રચલિત છે. લાહુલના ઇતિહાસકારોનું માનીએ તો લાહુલી રામાયણ લખવામાં નથી આવ્યું. પરંતુ તેની કથા વંચાતી રહે છે. જેમાં સીતાને રાવણની દીકરી ગણાવવામાં આવી છે. વયોવૃદ્ધ ઈતિહાસકાર છેરિંગ દોરજે કહે છે કે લાહુલી બોલીમાં કોઈ રામાયણ નથી લખવામાં આવી. ઈતિહાસકાર પ્રેમનું કહેવું છે કે લાહુલી રામાયણ લખવામાં નથી આવી પરંતુ આ કથાનું વાચન અવશ્ય થાય છે, જેમાં સીતાને રાવણની દીકરી ગણાવવામાં આવી છે.

ત્રિલોકીનાથ મંદિર લાહૌલ સ્પીતિ
અહીં દસમી શતાબ્દીથી સ્થાપિત ત્રિલોકીનાથ મંદિરના પુજારી બીર સિંહ ઠાકુરનું કહેવું છે કે અહીં માતા સીતાને ધરતી પુત્રી કહેવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે ત્રિલોકીનાથ મંદિરમાં ભગવાન બુદ્ધની મૂર્તિની ઉપર સ્થાપિત મૂર્તિને માતા સીતાનું સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે કેટલાક લોકો તેમને શિવનું સ્વરૂપ માને છે. આ મંદિરમાં બૌદ્ધ અને હિંદૂ બંને ધર્મના લોકો પોતાના રીતિ-રિવાજના હિસાબથી પૂજા કરે છે.

TRILOKNATH TEMPLE



જાણો ત્રિલોકીનાથ મંદિર વિશે
માન્યતા છે કે ત્રિલોકીનાથ મંદિર 10મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું. આ દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યા હિંદૂ અને બૌદ્ધ સમુદાયના લોકો એક સાથે પોત પોતાના રીતિ રીવાજો પ્રમાણે પૂજા-અર્ચના અને ધાર્મિક અનુષ્ઠાન કરે છે. મંદિરમાં સ્થાપિત મૂર્તિને હિંદૂ શિવ તરીકે પૂજે છે, તો કેટલાક લોકો તેના માતાનું રૂપ પણ માને છે. જ્યારે બૌદ્ધ ધર્મના લોકો તેને ભગવાન બુદ્ધ અવલોકતેશ્વરના રૂપમાં માને છે. જાણકારોનું માનવું છે કે ભગવાન ત્રિલોકીનાથ મંદિરનો ઈતિહાસ પોતાનામાં અનેક રહસ્યો છુપાવીને બેઠું છે. મંદિરમાં એક જ છત નીચે શિવ અને બુદ્ધ માટે દીવા કરવામાં આવે છે. માન્યતા એવી છે કે તેના થાંભલાની વચ્ચેથી ભીમકાય શરીરનો એવો શખ્સ જે પાપમુક્ત હોય તે પસાર થઈ શકે છે. અને જો અધર્મી હોય તો દુબળો વ્યક્તિ પણ પસાર નથી થઈ શકો.


આ પણ જુઓઃ એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

સીતાના જન્મને લઈને માન્યતા
સ્થાનિક લોકોમાં પ્રચલિત કથા અનુસાર એક બ્રાહ્મણ લક્ષ્મી માતાને ખુશ કરવા માટે પૂજા પાઠ કરી રહ્યો હતો. તેમના કળશમાં પૂજાનો સામાન રાખવામાં આવ્યો હતો. બ્રાહ્મણનું ધ્યાન ભટકતા જ રાવણ કળશને પોતાના ઘરે લઈ આવ્યો અને મંદોદરીને એ કહીને રાખવા આપ્યો કે કળશમાં ઝેર છે, જેથી તેને સંભાળીને રાખે. આવું કહીને રાવણ તપસ્યામાં ચાલ્યો જાય છે. મંદોદરી એકવાર પતિથી કંટાળીને કળશમાં રાખેલા ઝેરને પી જાય છે, જેનાથી તે ગર્ભવતી થઈ જાય છે. જે બાદ મંદોદરી ગભરાઈ જાય છે અને પોતાના ગર્ભમાં કન્યા હોય તેને ધરતીમાં દબાવી દે છે. કેટલાક સમય બાદ રાજા જનક ખેતરમાં હળ ચલાવતા હોય ત્યારે તેમને કન્યા જીવતી મળે છે અને આવી રીતે તે જનકની પુત્રી કહેવાય છે. પરંતુ લાહુલના લોકો સીતાને રાવણની દીકરી માને છે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 04:07 PM IST | કેલંગ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK