કેરળનું યુગલ તેમના 'શુભ મંગલ'ને કોર્ટની મંજુરી મળે તેની રાહ જુએ છે

Published: Feb 21, 2020, 08:25 IST | Chirantana Bhatt | Kerala

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન' આજે રિલીઝ થઇ રહી છે ત્યારે આપણે ભારતનાં એ સજાતીય કપલની વાત કરીએ જેમણે કલમ 377 ખારીજ કરાઇ તે પછી તરત જ પોતાના લગ્નની વાત જાહેર કરી હતી.

કેરળમાં રહેતા સોનુ અને નિકેશે જ્યારે એકબીજા સાથે લગ્ન કર્યા ત્યારે તેમણે આ ભગવાનની સાક્ષીએ કરવાનું નક્કી કર્યું. ગુરુવયુર મંદીરમાં વરમાળાઓ બદલાઇ અને લગ્નની વિંટી પણ પહેરાવાઇ પણ તેમણે પુરતી તકેદારી રાખી કે મંદીરના કોઇ વડાની નજર આ ઘટના પર ન પડે નહીંતર તો આ લગ્ન થઇ ન શક્યા હોત.

gay couple kerala

8મી સપ્ટેમ્બર 2018માં સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપ્યો અને સજાતીયતાને માન્યતા મળી અને કેરળમાં પોતાની સજાતીયતા અને લગ્ન વિષે જાહેરાત કરનારું પહેલું યુગલ હતું સોનું અને નિકેશ! તેમના પરિવારોએ પણ તેમના આ પ્રેમને સ્વીકારી લીધો છે.

gay couple kerala

જો કે તેમની બહુ મોટી લડાઇ હજી બાકી છે. નિકેશ અને સોનુ એકબીજાને તો જીવનસાથી માને છે પણ કાયદો તેમને પતિ-પત્ની કે જીવનસાથી તરીકે નથી સ્વીકારતો. હજી સુધી સજાતીય લગ્નોને આપણે ત્યાં કાયદાકિય માન્યતા નથી મળી ત્યારે સોનુ અને નિકેશ તો આખી દુનિયા માટે હજી સિંગલ જ ગણાય છે. તેમણે કેરળ હાઇકોર્ટમાં તો હાકલ કરી જ છે પણ તેમણે તાજેતરમાં સુપ્રિમ કોર્ટનાં દરવાજા પણ ખખડાવ્યા છે જેથી તેમનાં લગ્નને કાયદાકીય માન્યતા મળે.

gay couple keralaફિલ્મ 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન'માં બંન્ને સજાતીય પ્રેમીઓ એકબીજાને મળી શકશે ખરા પણ કાયદો તેમના પક્ષે પણ નહીં હોય કદાચ. જો કે લવ સ્ટોરી હોય ત્યાં કાયદો નથી જ નડતો પણ રિયલ લાઇફ લવ સ્ટોરીમાં એ ફેર પડે છે કે કાયાકીય સ્ટેટસ બહુ જરૂરી હોય છે. નિકેશ અને સોનુની લડાઇ બહુ જુદા સ્તરે છે અને તેઓ ઇચ્છે છે કે હાઇ કોર્ટમાં પહોંચ્યા પછી આ સમસ્યાનો નિવેડો હકારાત્મક આવે આશા છે. 

 

gay couple kerala

નિકેશ અને સોનુ એકબીજાને ડેટિંગ એપ્પથી મળ્યા અને પછી થયો પહેલી નજરનો પ્રેમ, થોડા મહીનાઓમાં તેઓ પરણી ગયા. 377નું ડિક્રિમિનલાઇઝ થવું તેમને માટે પોતાનો સંબંધ જાહેર કરવાનું કારણ બન્યું.

 

gay couple kerala

આ યુગલ સમાજની વિચારસરણી બદલવા માગે છે અને તે માટે જે કરવું પડે તે કરવાની તેમની તૈયારી છે. જોકે તેમણે 'આઉટ' થયા પછી પણ કોઇ હોમોફોબિયાનો સામનો નથી કરવો પડ્યો. કેરળ આ બધી બાબતે ઘણું મોડર્ન છે. જો કે સોનુ એક તબક્કે ડિપ્રેશનમાં હતો. તેને એમ થતું કે ક્યારેક કોઇ તબક્કે તેને સ્ત્રીઓમાં રસ પડશે, તે પોતાની જાતને પાપી માનતો અને લોકોથી દૂર રહેતો. આ તરફ નિકેશને મિત્રવર્તુળ હતું જો કે તેના પુરુષ સાથેના સંબંધો વિષે તે કોઇને કહેતો નહીં. ઘણીવાર તેણે એવું દર્શાવવું પડતું કે તેને સ્ત્રીઓમાં રસ પડે છે. 

gay couple kerala

બદલાયેલા સમય સાથે તેઓ ખુશ છે અને બંન્ને જણ 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન' જોવા તત્પર છે કારણકે આખરે એક એવી ફિલ્મ આવી રહી છે જેમાં હોમોફોબિયા કે ધિક્કારની વાત નથી પણ પ્રેમની વાત છે. નિકેશ અને સોનુ માને છે કે અંતે તો પ્રેમ જ છે જે મેટર કરે છે, બીજું બધું તો સચવાઇ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK