Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લગ્ન પહેલાં જાતીય સંબંધ બાંધવો કે નહીં?

લગ્ન પહેલાં જાતીય સંબંધ બાંધવો કે નહીં?

07 July, 2020 07:15 PM IST | Mumbai
Dr.Ravi Kothari

લગ્ન પહેલાં જાતીય સંબંધ બાંધવો કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલ- હું પચીસ વર્ષની અનમૅરિડ યુવતી છું. મારા ફિયાન્સે સાથે પ્રાઇવસીમાં મળું છું ત્યારે ક્યારેક અમે ઇન્ટિમસીમાં સરી પડીએ છીએ. હું કિસથી આગળ વધવા નથી દેતી, પરંતુ તેની ઇચ્છા ઓરલ સેક્સ માટેની હોય છે. બહુ આગ્રહને વશ થઈને મેં તેને એક વાર ઓરલ સેક્સ કરી આપેલું, પણ હજી સુધી હું આગળ વધવા તૈયાર નથી થઈ. મને ઓરલ ગમતું ન હોવાથી તેનું કહેવું છે કે તે મને આંગળીથી ક્લાઇમૅક્સ આપશે. મને ચિંતા એ છે કે આંગળી યોનિમાર્ગમાં નાખવાને કારણે મને બ્લીડિંગ થવાની કે બીજી કોઈ તકલીફ થઈ શકે ખરી? એક તરફ મને એમાં કશું ખોટું નથી લાગતું અને બીજી તરફ મને થાય છે કે મૅરેજ પહેલાં આગળ વધવું ઠીક નહીં કહેવાય. હજી અમારાં લગ્નને છ મહિના બાકી છે. સગાઈ થઈ ચૂકી હોવાથી ઑફિશ્યલી અમને બહાર ફરવા જવામાં કોઈ રોકટોક નથી.
જવાબ- લગ્ન પહેલાં સેક્સ ન કરાય એ માત્ર સામાજિક નિયમ નથી. જો તમારે લગ્ન પછીની પહેલી મુલાકાતને રોમાંચક બનાવવી હોય તો આ બાબતે જેટલી ધીરજ રાખો એટલી વધુ મજા છે. તમે લગ્ન પહેલાં સાવચેતી રાખવા ઇચ્છો છો એ સારું છે. ધીરજનાં ફળ મધુર હશે.
ફિઝિકલ ઇન્ટિમસીની બાબતમાં તમે એક વાર પળોટાવાનું શરૂ કરો એ પછીથી અમુક તબક્કે જ અટકી જવું અથવા તો લક્ષ્મણરેખા તાણવી અઘરી છે. કહેવાનો મતલબ એ છે કે એક વાર તમે થોડીક મર્યાદાઓ તોડી તો તમે ન ચાહો તો પણ આગળની ક્રિયાઓમાં આપમેળે સરી પડો એવું બનવાનું છે. માટે જો તમારે લગ્ન પહેલાં આગળ ન વધવું હોય તો મર્યાદા લાંઘવાનું જ ટાળવું. બાકી જો તમને એમ હોય કે તમે પૂરતો કન્ટ્રોલ ધરાવો છો તો આંગળીથી ક્લાઇમૅક્સ ફીલ કરવાની પ્રક્રિયામાં કોઈ પ્રૉબ્લેમ નથી, કેમ કે એમાં પ્રેગ્નસી રહેવાનો પણ ડર નથી રહેતો. જો તમે જાતે આંગળીથી હસ્તમૈથુન કરતાં હશો તો તમને કંઈ જુદું નહીં લાગે. આ ક્રિયા દરમ્યાન તમારી આંગળીને બદલે તમારા ફ્રેન્ડની આંગળી હશે એટલે ખોટો ડર મનમાં ઊભો કરવાની જરૂર નથી. હા, જ્યારે પણ તમારો ફ્રેન્ડ આંગળી વડે તમને સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેની આંગળી ચોખ્ખી હોવી જોઈએ તથા નખ કાપેલા અને સ્વચ્છ હોવા જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 07:15 PM IST | Mumbai | Dr.Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK