શૂલપાણેશ્વરઃ વડોદરા નજીક આવેલી આ જગ્યા છે ભક્તિ અને શાંતિનો સંગમ

ભાવિન રાવલ | શૂલપાણેશ્વર | May 22, 2019, 10:57 IST

ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. ગરમી એટલી છે કે ના પૂછો વાત. ગરમીમાં આમ તો બહાર નીકળવાની ઈચ્છા જ થાય. પરંતુ રજાઓમાં ઘૂમને જાના તો બનતા હૈના બોસ.

શૂલપાણેશ્વરઃ વડોદરા નજીક આવેલી આ જગ્યા છે ભક્તિ અને શાંતિનો સંગમ
આવો છે અદભૂત નજારો

ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. ગરમી એટલી છે કે ના પૂછો વાત. ગરમીમાં આમ તો બહાર નીકળવાની ઈચ્છા જ થાય. પરંતુ રજાઓમાં ઘૂમને જાના તો બનતા હૈના બોસ. તો જો તમારે ગરમીના ત્રાસથી લાંબુ ટ્રાવેલિંગ ન કરવું હોય પરંતુ રજાઓમાં કુદરતના ખોળામાં માનસિક શાંતિ જોઈતી હોય તો શૂલપાણેશ્વર બેસ્ટ ઓપ્શન છે. વન ડે પિકનિક કરીને ઘરે પાછા આવો અને કુદરતી વાતાવરણની ફ્રેશનેસનો અનુભવ પણ. વળી ઓછા બજેટમાં ટ્રિપ પતી જશે એ ફાયદો બોનસમાં.

વનરાજી અને નર્મદાનો સાથ

શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર વડોદરથી માત્ર દોઢ કલાકના અંતરે આવેલું છે. વડોદરાથી લગભગ 86 કિલોમીટર દૂર આવેલા આ મંદિરમાં તમે દર્શન કરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી શક્શો સાથે જ નર્મદાના કિનારે ટેકરીઓની વચ્ચે માનસિક શાંતિ પણ મળશે. એક બાજુ નજર પહોંચે ત્યાં સુધી લીલીછમ વનરાજી અને બીજી તરફ પાણીનો ખળખળ અવાજ. આખો દિવસ અહીં રહેશો તો મન ધરાઈ જશે.

shulpaneswar temple

મેળવો મહાદેવના આશીર્વાદ

રાજપીપળા પાસે નર્મદા નદીને કાંઠે આવેલું આ શંકર ભગવાનનું શૂલપાણેશ્વર મહાદેવ ખૂબ જ જુનું છે. ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં ખૂબ જ ભીડ ઉમટે છે. જો તમને ભીડ પસંદ નથી તો અત્યારનો સમય અહીં જવા માટે બેસ્ટ છે. ટ્રાફિકના ઘોંઘાટથી દૂર માત્ર કુદરત વચ્ચે સમય વીતાવવા જાત સાથે વાતો કરવા માટે આ જગ્યા ઉત્તમ સાબિત થઈ શકે છે. હાલના સમયમાં તો દિવસમાં ખૂબ ઓછા લોકો અહીં દર્શન માટે આવે છે. શૂલપાણેશ્વર મંદિરની આસપાસ ગાઢ જંગલ છે. માન્યતા છે કે આ ગુજરાતનું સૌથી ગીચ જંગલ છે. અહીં આવેલા પ્રાણીઓના અભયારમ્યમાં રીંછ, ચિત્તો, ચિતલ અને જંગલી કૂતરા જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ અભયારણ્ય 607.70 ચોરસ કિમીમાં ફેલાયેલું છે.

shulpaneswar temple

Image Courtesy : Gujaratexpert.com

પરિવાર સાથે ભોજનનો આનંદ

સૌથી મજાની વાત એ છે કે મંદિરના પ્રાંગણમાં એક સુંદર બગીચો પણ છે, જ્યાં બેસીને તમે શાંતિથિ પરિવાર સાથે જમી શકો છો. એટલે આપણે ગુજરાતીઓ તો થેપલા અને દહીં લઈને ઉપડો અને પરિવાર સાથે પ્રવાસ અને ક્વોલિટી ટાઈમનો લાભ ઉઠાવો.

zarvani water fall

ઝરવાણી ધોધ (Image Courtesy : darpandodiya.com)

આ પણ વાંચોઃ જાણો ગુજરાતના ઐતિહાસિક ઈડરિયા ગઢ વિશે

ધોધ કરશે ખુશ

વળી અહીંનું વધુ એક આકર્ષણ છે ઝરવાણી ધોધ. ઝરવાણી ધોધ આમ તો શૂપાણેશ્વર મહાદેવ મંદિરથી થોડો દૂર છે. પરંતુ એક જ દિવસમાં તમે આ બંને સ્થળો પર પહોંચી શકો છો. એટલે મંદિરે દર્શન કરીને જમીને નમતી બપોરે આ ધોધ પર પહોંચો. પાણીમાં મજા કરો અને થાક ઉતારો. ઝરવાણી ધોધ જવા માટે શૂલપાણેશ્વરથી થાવડિયા ચેકપોસ્ટ પહોંચીને ત્યાંથી જંગલમાં 7 થી 8 કિલોમીટર અંદર જવું પડે છે. પણ યાદ રાખજો આ ધોધ જોઈને તમે એવા ખુશખુશાલ થશો કે બીજી વાર આવવાની જીદ કરશો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK