વૉર્ડરોબમાં આટલાં શૂઝ છે જરૂરી

Published: 2nd August, 2012 06:02 IST

કૅઝ્યુઅલ, ફૉર્મલ, પાર્ટી એમ દરેક પ્રસંગના ડ્રેસ પ્રમાણે એટલાં શૂઝ પણ હોવાં જોઈએ

amrita-aroraવૉર્ડરોબ જુદી-જુદી ટાઇપના ડ્રેસિસથી ભરેલો હોય, પરંતુ શૂઝમાં વરાઇટી લિમિટેડ હોય તો એ ફૅશનના રૂલની ખિલાફ છે; કારણ કે જગ્યા, પ્રસંગ અને પર્પઝને આધારે જૂતાંની પસંદગી પણ જરૂરી બને છે; પછી એ ઑફિસમાં જવાનું હોય, લગ્નમાં કે પછી કૉલેજમાં. શૂઝની પસંદગી કરવામાં કપડાં અને પર્સનાલિટી બન્ને તો મહત્વનાં છે જ સાથે-સાથે એ ક્યાં પહેરવાનાં છે એ પણ મહત્વનું છે. કેટલીક શૂઝ સ્ટાઇલ એવી છે જેની એકાદ જોડ તો વૉર્ડરોબમાં હોવી જ જોઈએ. જાણીએ એવાં જ કેટલાંક મસ્ટ હેવ શૂઝ વિશે.

કમ્ફર્ટ ઝોન

કેટલીક યુવતીઓ એવી છે જેમને સ્ટાઇલિશ લાગશે કે નહીં એના કરતાં તેમને એ શૂઝ કમ્ફર્ટેબલ રહેશે કે નહીં એમાં વધુ રસ હોય છે અને એવા જ માટે આ શૂઝ બેસ્ટ રહેશે.

બેલેરીના

જુદાં-જુદાં મટીરિયલ અને ક્યારેક તો જ્વેલરી પણ જડેલાં બેલેરીના અત્યારે શૂ-માર્કેટમાં હૉટ ટ્રેન્ડ છે. જોવા જઈએ તો બેલેરીના એટલે કમ્ફર્ટેબલ ચંપલનું વધારે કમ્ફર્ટેબલ એવું રૂપ. વર્કિંગ વુમન માટે આ એક પ્રૅક્ટિકલ ચૉઇસ છે. આ બેલેરીના ફૉર્મલ વેઅર તરીકે પણ ખૂબ સારો ઑપ્શન છે. જેમને હાઇટ વધારે દેખાડવાની કોઈ ચિંતા નથી અને કમ્ફર્ટ સાથે સ્ટાઇલિશ દેખાવાની ઇચ્છા હોય તેમના માટે બેલેરીના શૂઝ પર્ફેક્ટ છે.

કૅન્વાસ કેડ્સ

કૅન્વાસ શૂઝની ફૅશન કોઈ એક્સપટોર્એ નથી શોધી કાઢી, પણ આપણા યુથે જાતે જ આગળ વધારી છે. સ્કૂલ પછી કૉલેજમાં પણ છોકરાઓ કૅન્વાસનાં શૂઝ પહેરતા થયા અને ત્યાર બાદ સેલિબ્રિટીઓ તેમ જ સ્ટાઇલિસ્ટોની એના પર નજર પડી અને નવા-નવા રંગો સાથે ફન્કી એવાં આ કૅન્વાસ શૂઝ ટ્રેન્ડમાં આવ્યાં. આ શૂઝ કમ્ફર્ટેબલ હોવાની સાથે કમ્પ્લીટ કૅઝ્યુઅલ લુક આપે છે જે આ શૂઝનો પ્લસ પૉઇન્ટ છે. હવે તો રેડ, બ્લુ, ગ્રીન, ડાર્ક યલો, પિન્ક જેવા બ્રાઇટ રંગોનાં શૂઝ પણ છોકરાઓ શોખથી પહેરતા થયા છે.

ફ્લૅટ્સ

સૌથી કમ્ફર્ટેબલ અને સૌથી સુંદર એવાં ફૉર્મલ ફ્લૅટ શૂઝ કે જેને મૉસ્ચિનોઝ કહેવાય એ ફૉર્મલ ટ્રાઉઝર્સ કે ડ્રેસ સાથે સારાં લાગે છે. બેલેરીના ફ્લૅટ્સ પણ સૂટેબલ છે. જો તમારા કામમાં ફૂટવર્ક વધુ હોય તો ફ્લૅટ્સ આરામદાયક રહેશે. ફ્લૅટ શૂઝ સ્કર્ટ, સૂટ, ડ્રેસ, ડેનિમ બધા સાથે સૂટ થાય છે, પણ હા; સાડી સાથે આવાં શૂઝ ન પહેરતાં.

સ્ટાઇલિશ હીલ્સ

પાર્ટીવેઅરમાં હીલ્સ બેસ્ટ લાગે છે. હીલ્સમાં પગનો લુક અને પહેરનારની ઑલઓવર પર્સનાલિટી ખૂબ જ હટકે લાગશે. જોકે હીલ્સમાં ખૂબ લાંબું ડિસ્ટન્સ ચાલવું સેફ નથી એટલે એવી ઇવેન્ટ્સ કે જ્યાં ફક્ત બેસી રહેવાનું હોય ત્યાં આવાં શૂઝ પહેરો.

પમ્પ્સ

જેમને હીલ્સ વગર કોઈ પણ ટાઇપનાં ફૂટવેઅર અધૂરાં લાગતાં હોય તેમની જિંદગીમાં પમ્પ ફૂટવેઅરનું સ્થાન ખૂબ મોટું છે. હાઈ-હીલનાં ફૂટવેઅર ધ્યાન ખેંચનારાં અને ખૂબ ડિમાન્ડિંગ નેચરનાં છે. વર્ક-પ્લેસ પર ઓછી હીલ્સ પ્રોફેશનલ અને સિમ્પલ હોવાનો ટૅગ આપશે, જ્યારે હાઈ-હીલ્સ રિસ્પેક્ટ માગી લે છે અને પાવરફુલ લાગે છે. હીલ્સમાં પગ સીધા અને હાઇટ વધારે લાગતી હોવાથી એ હંમેશાં ઇમ્પþેશન બનાવવા જ પહેરાય છે એમ કહી શકાય.

સ્ટ્રૅપી સૅન્ડલ્સ

પાર્ટીવેઅર તરીકે ખૂબ જ સેક્સી અને સ્ટાઇલિશ લાગતાં આ પાતળી પટ્ટીઓવાળાં સૅન્ડલ્સ દેખાડે છે કે પહેરનાર સ્ત્રી ખૂબ ફેમિનાઇન અને રોમૅન્ટિક મૂડમાં છે.

સ્ટિલેટોઝ

હા, સ્ટિલેટોઝ સેક્સી લાગે છે અને પાર્ટીવેઅર માટે ઉત્તમ હોય છે; પણ એમાં થોડા ચેન્જિસ સાથે વર્કપ્લેસ પર પણ એ પહેરી શકાય. જો હીલ્સ જ પહેરવાની આદત કે શોખ હોય તો બ્લૅક કલરના સ્ટિલેટોઝ સારા લાગશે. એ સ્કર્ટ, સાડી, શૉર્ટ ડ્રેસ કે ગાઉન સાથે પહેરી શકાય. જો આરામદાયક લાગતી હોય તો જ આ હીલ્સ પહેરો, કારણ કે આખો દિવસ વધારે હીલ્સ પહેરવાથી પગમાં દુખાવો થઈ શકે છે.

સ્ટાઇલ વિથ કમ્ફર્ટ

એવાં શૂઝ જે સ્ટાઇલિશ તો લાગે જ છે, પણ પહેર્યા બાદ કમ્ફર્ટ પણ જળવાઈ રહેશે. આવાં શૂઝ ગમે તે જગ્યાએ પહેરી શકાય.

ગ્લૅડિયેટર્સ:  વિચારમુક્ત મૂડમાં હો તો ક્રિસ-ક્રૉસ પટ્ટીઓવાળાં ગ્લૅડિયેટર્સ સૅન્ડલ્સ તમારા માટે પર્ફેક્ટ છે. એક વર્ષ પહેલાં ગ્લૅડિયેટરનો રૂલ ખૂબ ચાલ્યો હતો. ગ્લૅડિયેટર્સની આ ફૅશન એટલે જીપ્સી ટ્રેન્ડ અને પહેરનાર ખૂબ જ સ્ટાઇલિશ હોવાની સાબિતી. જેમને એક ચોક્કસ સ્ટાઇલ સાથે ચોંટી ન રહેતાં નવા-નવા એક્સપરિમેન્ટ કરવાનો ખૂબ શોખ હોય તેમના માટે આ ગ્લૅડિયેટર્સ બેસ્ટ રહેશે. ગ્લૅડિયેટરમાં આખા પગને પટ્ટીઓનો સપોર્ટ મળતો હોવાથી પગની કમ્ફર્ટ જળવાઈ રહે છે.

વેજીસ : હીલ્સમાં પણ કમ્ફર્ટેબલ રહેવા માટે શોધાયેલા વેજીસમાં પાછળની હીલ શૂના આગળના ભાગથી જોડેલી હોય છે જેથી પ્લૅટફૉર્મ હીલ જેવી જ કમ્ફર્ટ મળે છે. વેસ્ટર્ન વેઅર અને ખાસ કરીને સ્કર્ટ પર સ્ટાઇલિશ લાગતા આ વેજીસ કૉલેજવેઅર તરીકે પર્ફેક્ટ પર્યાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK