શક્કરટેટીની ખીર

Published: 31st August, 2012 06:18 IST

      ચોખાને અડધો કલાક પલાળી મિક્સરમાં પીસી લો. શક્કરટેટીની છાલ કાઢી એનો પલ્પ બનાવો. એક કડાઈમાં દૂધ ગરમ કરો.

shakkartetini-kheer


આજની વાનગી

સામગ્રી

  •  ૨૦૦ ગ્રામ ચોખા
  •  ૫૦૦ ગ્રામ શક્કરટેટીનો પલ્પ
  •  ૨૦૦ મિલી. કન્ડેન્સ્ડ મિલ્ક
  •  એક ચપટી ઑરેન્જ કલર
  •  ૩૦૦ ગ્રામ સાકર
  •  એક લિટર દૂધ
  •  સજાવટ માટે પિસ્તાની થોડી કતરી

સામગ્રી

ચોખાને અડધો કલાક પલાળી મિક્સરમાં પીસી લો. શક્કરટેટીની છાલ કાઢી એનો પલ્પ બનાવો. એક કડાઈમાં દૂધ ગરમ કરો. ઊભરો આવે એટલે એમાં ચોખાની પેસ્ટ ઉમેરીને મિશ્રણ એકરસ થાય ત્યાં સુધી ગરમ કરો. એમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી એક મિનિટ માટે ઉકાળો. ત્યાર બાદ શક્કરટેટીનો પલ્પ ઉમેરીને હલાવો અને ૧૦ મિનિટ સુધી ઉકાળો. પછી એને પૅન પરથી ઉતારીને સર્વિંગ બાઉલમાં કાઢો. પિસ્તાની કાતરીથી સજાવીને ઠંડી પીરસો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK