સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને આનંદ વધારે એવું તેલ સજેસ્ટ કરશો?

Published: 26th December, 2018 18:32 IST | Dr. Ravi Kothari

પુરુષો તેલ લગાવીને હસ્તમૈથુન કરે છે એમ સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટમાં કામવર્ધક તેલનો ઉપયોગ કરી શકાય?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : અમારાં લગ્નને છ વર્ષ થયાં છે. આમ તો લવમૅરેજ કર્યાં છે, પરંતુ મારી પત્નીને જાતીય જીવનમાં ખાસ રસ નથી પડતો. તે મને જાતીય જીવનમાં સપોર્ટ આપે છે, પણ તેને પોતાને ક્યારેય ઇચ્છા નથી થતી. તેને હંમેશાં રોમૅન્ટિક ચેષ્ટાઓ દ્વારા મનાવવી પડે છે. જેમ પુરુષો માટે કામવર્ધક તેલ હોય છે શું એવું સ્ત્રીઓ માટે હોય ખરું? પુરુષો તેલ લગાવીને હસ્તમૈથુન કરે છે એમ સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટમાં કામવર્ધક તેલનો ઉપયોગ કરી શકાય? પુરુષોમાં કામોત્તેજના લાવવા માટેનું મસાજ ઑઇલ સ્ત્રીઓ વાપરે તો કોઈ નુકસાન થાય? મેં એક વાર મારા માટેના તેલથી મારી પત્નીને આંગળીથી ઑર્ગેઝમ કરાવી આપ્યું ત્યારે તેને ખૂબ ગમ્યું હતું. સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને આનંદ વધારે એવું તેલ સજેસ્ટ કરશો? વાઇફને એ ભાગમાં ખંજવાળની સમસ્યા છે તો એ ધ્યાનમાં રાખીને કહેશો. 

જવાબ : સૌથી પહેલાં તો એ સમજી લો કે કામેચ્છા વધારી શકે એવી કોઈ જ દવા હજી સુધી શોધાઈ નથી. પુરુષો માટે પણ નહીં અને સ્ત્રીઓ માટે પણ નહીં. કામેચ્છા માનસિક બાબત છે, શારીરિક નહીં. કામેચ્છા થયા પછી અંગોમાં કામોત્તેજના વધારે એવી ચીજો શોધાઈ છે.

માર્કેટમાં જે તેલો આવે છે એનાથી કોઈની કામશક્તિ નથી વધતી. એ માનસિક સંતોષ માટે હોય છે. કામવર્ધક પ્રોડક્ટની અંદર જે પ્રોડક્ટ છે એના કરતાં એના રૅપર પરના ઉત્તેજિત કરે એવા ચિત્રને જોઈને વધુ ફાયદો થાય છે. તેલ માત્ર સ્નિગ્ધતાનું કામ કરે છે. એ પછી સાદું કોપરેલ હોય કે મોટા દાવા કરતું કામવર્ધક તેલ, બન્નેનું એક જ કામ છે. તેલમર્દન કરવાથી અંગો વધુ મજબૂત થાય છે એવું નથી હોતું. એ ભાગમાં સ્પર્શ થવાને કારણે ઉત્તેજના વધે છે અને સ્નિગ્ધતા હોય તો ઘર્ષણ વિના સ્પર્શ માણી શકાય છે.

બીજું, સ્ત્રીઓનાં અંગો પરનું તેલ અંદરના ભાગોમાં પણ સહેલાઈથી જઈ શકતું હોવાથી જો તેલ ચોખ્ખું અને સ્ટરિલાઇઝ્ડ ન હોય તો અંદર ઇન્ફેક્શન થવાના ચાન્સિસ રહે છે. તમે આડાઅવળા અખતરા કરવા કરતાં સાદું સુગંધ વિનાનું કોપરેલ વાપરો એ જ બહેતર છે. તેલ લગાવ્યા પછી એ ભાગની સફાઈ હૂંફાળા ગરમ પાણી અને સાબુથી કરો એ જરૂરી છે. નહીંતર ઇન્ફેક્શન અને ઈચિંગ વધી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK