હસ્તમૈથુન કરવાથી પ્રોસ્ટેટની તકલીફમાં ફાયદો થાય છે?

ડૉ.રવિ કોઠારી | Mar 15, 2019, 14:17 IST

એન્લાર્જ્ડ પ્રોસ્ટેટની તકલીફ હોય એ તમામ દરદીઓએ વર્ષે એકાદ વાર સોનોગ્રાફી અને PSA એટલે કે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજનનો રિપોર્ટ કઢાવતા રહેવું.

હસ્તમૈથુન કરવાથી પ્રોસ્ટેટની તકલીફમાં ફાયદો થાય છે?
પ્રતીકાકત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૭૧ વર્ષ છે અને પ્રોસ્ટેટની સાઇઝ વધી ગઈ છે. પાંચ વર્ષથી દવાઓ ચાલુ છે, પણ ફરક નથી પડ્યો. પત્નીને ગુમાવી ચૂક્યો છું અને એ પછી જાતે જ સંતોષ લઉં છું. વીકમાં એકાદ વાર મન થાય છે અને કરી લઉં છું. રાતના વારંવાર પેશાબ કરવા ઊઠવું પડતું હોવાથી ઊંઘ પૂરી નથી થતી. જે રાતે સૂતાં પહેલાં હસ્તમૈથુન કર્યું હોય એ રાતે મને ઓછી વાર પેશાબ કરવા ઊઠવું પડે છે. બાકી સૂતાં પહેલાં ખૂબ ઓછું પાણી પીધું હોવા છતાં રાતે ત્રણેક વાર તો પેશાબ કરવા ઊઠવું જ પડે છે. સૂવાની ગોળી લઉં તો ઊંઘમાં ઊઠતી વખતે બૅલૅન્સની સમસ્યા રહે છે. મારે જાણવું છે કે શું હસ્તમૈથુન કરું એ વખતે યુરિન કરવા ઓછું ઊઠવું પડે છે એનો મતલબ એ તો નહીં કે એનાથી પ્રોસ્ટેટની તકલીફમાં ફાયદો થાય છે?

જવાબ : વીર્યસ્ખલન દરમ્યાન જે વીર્ય બહાર આવે છે એ પ્રવાહીનો કેટલોક ભાગ પ્રોસ્ટેટમાં પેદા થાય છે. એટલે સ્ખલન થયા પછી પ્રોસ્ટેટમાં કન્જેશન ઓછું થયું હોવાનું ફીલ થવું સ્વાભાવિક છે, પરંતુ એનાથી પ્રોસ્ટેટ વધવાની સમસ્યા ઘટી જાય અથવા તો મટી જાય એવી સંભાવના જરાય નથી. અત્યાર સુધીમાં થયેલા અનેક અભ્યાસોમાં પણ આવો કોઈ તાળો બંધબેસતો જોવા મળ્યો નથી. પ્રોસ્ટેટની તકલીફમાં હસ્તમૈથુન કરવાથી કોઈ જ નુકસાન હજી સુધી તો જોવા નથી મળ્યું કે ઈવન બહુ ફાયદો થઈ ગયાનું પણ જોવા નથી મળ્યું.

મતબલ એ કે તમને જ્યારે પણ મન થાય ત્યારે કોઈ ફિકર રાખ્યા વિના તમે હસ્તમૈથુન કરી શકો છો, પણ એનાથી ફાયદો થઈ જશે એવી ભ્રમણા ઊભી કરવી યોગ્ય નથી. એક વાર પ્રોસ્ટેટ ગ્રંથિ વધવાની શરૂ થઈ પછી એને મટાડવાની કોઈ દવા નથી. માટે બને એટલું એન્લાર્જમેન્ટ કાબૂમાં રહે એવી કોશિશ કરવી અને ડૉક્ટરે આપેલી દવાઓ નિયમિત ચાલુ જ રાખવી. આ ઉપરાંત આયુર્વેદમાં પ્રોસ્ટેટોન નામની દવા છે એ દિવસમાં ત્રણ વાર લેવી.

આ પણ વાંચો : સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને આનંદ વધારે એવું તેલ સજેસ્ટ કરશો?

એન્લાર્જ્ડ પ્રોસ્ટેટની તકલીફ હોય એ તમામ દરદીઓએ વર્ષે એકાદ વાર સોનોગ્રાફી અને PSA એટલે કે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજનનો રિપોર્ટ કઢાવતા રહેવું.

સારી ઊંઘ આવે એ માટે સાંજના સમયે ચાલવાનું રાખો અને રાતે સૂતાં પહેલાં ગરમ હૂંફાળા દૂધમાં બે ચમચી ગાયનું ઘી નાખીને પીઓ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK