ઘણી વાર કડકપણાના અભાવને કારણે મને પોતાને સમાગમમાં મજા નથી આવતી. શું કરું?

Updated: 11th February, 2021 12:53 IST | Dr Ravi Kothari | Mumbai

મારી ઉંમર ૪૬ વર્ષની છે. છેલ્લાં ત્રણ વર્ષથી મને સમાગમ દરમ્યાન ઇન્દ્રિયમાં યોગ્ય કડકપણું આવતું હોય એવું નથી લાગતું. અઠવાડિયામાં એકાદ વાર સમાગમ કરું અથવા અમે વેકેશનમાં ક્યાંક ગયા હોઈએ ત્યારે કોઈ સમસ્યા નથી થતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૪૬ વર્ષની છે. છેલ્લાં ત્રણ વર્ષથી મને સમાગમ દરમ્યાન ઇન્દ્રિયમાં યોગ્ય કડકપણું આવતું હોય એવું નથી લાગતું. અઠવાડિયામાં એકાદ વાર સમાગમ કરું અથવા અમે વેકેશનમાં ક્યાંક ગયા હોઈએ ત્યારે કોઈ સમસ્યા નથી થતી, પણ અઠવાડિયામાં એક કરતાં વધારે વખત ટ્રાય કરું ત્યારે મુશ્કેલી સર્જાય છે. વર્ષો પહેલાં જાતે આનંદ લેવાની આદત હતી, પરંતુ એની હવે જરૂર પડતી જ નથી. ક્યારેક નવું ટ્રાય કરવાના અખતરા કરવાની આદત હતી એ પણ ક્યારનીય છોડી દીધી છે. અત્યારે સમસ્યા વાઇફના સંતોષની છે. મારી વાઇફને ક્યારેક સંતોષ આપી શકું છું તો ક્યારેક નહીં. વાઇફ ક્યારેય બોલતી નથી, પણ ઘણી વાર કડકપણાના અભાવને કારણે મને પોતાને જ મજા નથી આવતી. આ માટે ડૉક્ટર પાસે રિપોર્ટ કઢાવ્યા એ બધા જ નૉર્મલ આવ્યા હતા.

જવાબ :મૉડર્ન સાયન્સે કરેલા એક અભ્યાસ મુજબ ૪૦થી ૪૫ વર્ષની વયે વ્યક્તિ પહોંચે ત્યારે પાંચ ટકા લોકોને ઇન્દ્રિયમાં ઉત્થાનની સમસ્યાની સમસ્યા થતી હોય છે. અત્યારે અઠવાડિયામાં એકાદ વખત અને બહારગામ ગયા હોય ત્યારે સેક્સ કરો ત્યારે વાંધો નથી આવતો, પણ દર બે દિવસે સેક્સ કરવામાં તમને તકલીફ પડી રહી છે.

તમે જે ડૉક્ટરો પાસે રિપોર્ટ કઢાવ્યા હતા એમાં કોઈ સેક્સોલૉજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટ હતું ખરું? જો હોય તો તેમણે કઈ-કઈ ટેસ્ટ કરી હતી એ જાણવું જરૂરી છે. ખાસ કરીને તમારા કેસમાં હૉર્મોનની ટેસ્ટ જેમ કે ટેસ્ટોસ્ટેરોન અને પ્રોલેક્ટિન ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. સાથે-સાથે ડાયાબિટીઝ કે કૉલેસ્ટરોલ વધ્યું તો નથી એનું પરીક્ષણ કરવું જરૂરી છે. તમે સ્મોકિંગ કરો છો, દારૂ પીઓ છો કે પછી બ્લડપ્રેશર અથવા બીજી બીમારી માટે નિયમિત દવા લો છો કે નહીં એ જાણવું પણ જરૂરી છે. તમે એ જણાવ્યું નથી તો એ જણાવશો.

જ્યારે પણ તમે સમાગમ દરમ્યાન પત્નીને સંતોષ આપી નથી શક્યા એમ લાગે ત્યારે આંગળીથી અથવા તો મુખમૈથુનથી સંતોષ આપી દેવો. મનમાં આ વાતનો કૉમ્પ્લેક્સ ઊભો ન થાય એની ખાસ કાળજી રાખવી જરૂરી છે, નહીંતર શારીરિક સમસ્યાને કારણે નહીં; પણ માનસિક કારણોસર ઇન્દ્રિયમાં ઉત્તેજના આવવા પર માઠી અસર થઈ શકે છે.

First Published: 11th February, 2021 12:46 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK