સવાલ : મારી ઉંમર ૩૯ વર્ષ છે. મારી પત્ની અવારનવાર ડિપ્રેશનમાં સરી પડે છે અને એ માટે દવા પણ ચાલે છે. દવા ચાલતી હોય ત્યાં સુધી મૂડ ઠેકાણે રહે. એ પછી પાછી ગરબડ શરૂ થઈ જાય. શું એ વાત સાચી છે કે સેક્સ ડિપ્રેશન માટેની દવા સાબિત થઈ શકે છે? ડૉક્ટરનું કહેવું છે કે લાંબો સમય ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ લેવાથી નુકસાન થશે એટલે અમુક સમય પછી દવા બંધ કરી દેવી પડે છે. સાઇકોલોજિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવાથી પણ ખાસ ફાયદો નથી. મેં વાંચ્યું છે કે સેક્સથી વ્યક્તિનો મૂડ સુધરે છે અને ડિપ્રેશન ઘટે છે. મારી વાઇફ સાથે આ પ્રયોગ કરી જોયો, પણ એનાથી થોડોક સમય તે મૂડમાં આવે છે અને પછી ફરી પોતાના કોચલામાં સરી પડે છે. સેક્સને થેરપીની જેમ વાપરી શકાય? ક્યારેક તેને સમાગમ બહુ ગમે છે તો ક્યારેક તે ભડકી ઊઠે છે. સમજાતું નથી કે તેની સાથે શું કરવું?
જવાબ : સેક્સક્રીડાથી શરીરમાં ફીલગુડ હૉર્મોન્સનો સ્રાવ વધે છે એ વાત મેડિકલ સાયન્સે પણ સ્વીકારી છે. ઑક્સિટોસિન અને એન્ડોર્ફિન હૉર્મોન્સના સ્રાવને કારણે વ્યક્તિને ખૂબ સારું લાગે છે. એનાથી શારીરિક પીડા પણ ઘટે છે અને મૂડ પણ સુધરે છે. જોકે એની અસર લાંબો સમય ટકતી નથી. લાંબા સમયથી ડિપ્રેશન રહેતું હોય તો એ માટે સેક્સથેરપી બહુ કામ ન આવે. જોકે કોઈ પણ વ્યક્તિને પ્રેમ, હૂંફ, આલિંગન અને સૌથી વધુ તો કોઈ પોતાને સમજે છે અને પસંદ કરે છે એ ફીલિંગ ખૂબ જ બળ આપે છે. એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે ડિપ્રેશનના દરદીઓના મૂડની અસર સેક્સ પર પણ પડે એ સ્વાભાવિક છે. એનાથી હર્ટ થયા વિના તમે અનકન્ડિશનલ પ્રેમ આપતા રહો એ જરૂરી છે. દરેક વ્યક્તિના ડિપ્રેશન માટે કારણો જુદાં-જુદાં હોય છે. એની તીવ્રતા અને રીઍક્શન્સ પણ ભિન્ન હોય છે. કારણ શું છે એ સમજ્યા વિના કરવામાં આવેલી કોઈ પણ ટ્રીટમેન્ટથી પર્મનન્ટ ઇલાજ મળતો નથી. હા, એટલું જરૂર કહીશ કે ડિપ્રેશનના દરદીઓને પણ જો પ્રેમ અને હૂંફ મહેસૂસ કરાવે એવો નિયમિત સ્પર્શ મળતો રહે તો તેમની મનોવસ્થામાં જરૂર ફરક પડે છે.
જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
22nd January, 2021 08:06 ISTકોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 ISTપત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 ISTમારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 IST