નાની ઉંમરે હસ્તમૈથુન કરીને વીર્યનો વ્યય કર્યો, તો પછી તકલીફ થશે?

Published: Apr 09, 2020, 18:14 IST | Dr Ravi Kothari | Mumbai

હું સત્તર વર્ષનો હતો ત્યારે હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. એ પછી તો વારંવાર એમ કરવાની આદત પડી ગઈ. શરૂઆતમાં સફેદ પાણી નહોતું નીકળતું, પણ એક-બે વરસ પછી અચાનક જ હસ્તમૈથુન પછી પાણી નીકળવા લાગ્યું. શરૂ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર વીસ વર્ષ છે. હું સત્તર વર્ષનો હતો ત્યારે હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. એ પછી તો વારંવાર એમ કરવાની આદત પડી ગઈ. શરૂઆતમાં સફેદ પાણી નહોતું નીકળતું, પણ એક-બે વરસ પછી અચાનક જ હસ્તમૈથુન પછી પાણી નીકળવા લાગ્યું. શરૂ-શરૂમાં ખૂબ ડરી ગયો, પણ પછીથી એ નૉર્મલ છે એવું સમજાયું. હવે તો દર એકાંતરે દિવસે એવું કરવાની ઇચ્છા થઈ જ જાય છે. જોકે થોડા સમય પહેલાં જ મને ખબર પડી કે મારા વૃષણની એક ગોટી મોટી અને નીચે તરફ નમી ગયેલી છે. શું આ કોઈ સેક્સ્યુઅલ બીમારી છે? આવી ચીજ કોઈને પૂછતાં શરમ આવે છે. છેલ્લા છ મહિનાથી મને બીજી તકલીફો થવાની શરૂ થઈ છે. જેમ કે મારા માથામાં પાંચ-છ વાળ પણ સફેદ થઈ ગયા છે. મારા ફ્રેન્ડ્સ કહે છે કે જે છોકરાના શરીર પર વધુ વાળ હોય તેની કામશક્તિ વધારે હોય, પણ મારા શરીર પર આછા વાળ છે. શું નાની ઉંમરે હસ્તમૈથુન કરીને વીર્યનો વ્યય કરી દીધો એને કારણે આ બધું થતું હશે?

જવાબ : તમે જે પણ કરી રહ્યા છો એ એકદમ નૉર્મલ છે. ૧૪થી ૧૬ વર્ષની વય પ્યુબર્ટીની એજ કહેવાય. એ દરમ્યાન શરીરમાં સેક્સ હૉર્મોન્સનું પ્રમાણ વધે છે. એને કારણે આપમેળે વિજાતીય વ્યક્તિ પ્રત્યે ખેંચાણ થાય છે, કામુક વિચારો આવવાનું શરૂ થાય છે અને ઇન્દ્રિયમાં ઉત્થાન અને વીર્ય બનવાનું શરૂ થાય છે. જો આ તબક્કે તમે હસ્તમૈથુન કરીને વીર્યને બહાર ન કાઢો તોરાત્રે ઊંઘમાં જ વીર્ય નીકળી જાય છે. એનો મતલબ એ કે વીર્યને તમે ધારો તોયે સંઘરી ન શકો.

કોઈ પણ પુખ્ત વયનાં સ્રી-પુરુષ માટે હસ્તમૈથુન કરવું એ હેલ્ધી બાબત છે. વધુપડતું હસ્મૈથુન એવું કંઈ હોતું જ નથી. એટલે રોજ હસ્તમૈથુન કરવાથી તમે નાની ઉંમરમાં ઘરડા થઈ ગયા છો એ માનવું પણ ભ્રમભરેલું છે. કદાચ આ ચિંતાને કારણે

તમારા વાળ સફેદ થવા લાગ્યા હોઈ શકે; એટલે ચિંતા છોડો. બીજું, આમેય બે અંડકોષ એક લાઇનમાં નથી હોતા. એક તરફ અંડકોષ ઝૂકેલા લાગે છે એ નૉર્મલ જ છે. નાહક ચિંતા છોડશો તો જુવાની આપમેળે પાછી આવી ગયેલી લાગશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK