સવાલ : મારી ઉંમર ૩૭ વર્ષ છે. છેલ્લા ઘણા વખતથી મને જોઈએ એવી ઉત્તેજના નથી આવતી. જોકે સમાગમમાં કોઈ તકલીફ નથી પડતી, પણ જોઈએ એટલી મજા નથી આવતી. કદાચ સમાગમ થોડોક લાંબો ચાલે તો આનંદ આવે. મારો ફ્રેન્ડ કહે છે કે ક્લાઇમૅક્સ સ્પ્રે વાપરવાથી લાંબો સમય ઉત્તેજના રહે છે. તે ઘણા વખતથી વાપરે છે અને તેને કોઈ વાંધો નથી આવ્યો. આ સ્પ્રે વાપરવાથી કોઈ આડઅસર થાય ખરી? બીજી કોઈ કાળજી રાખવી જરૂરી છે?
જવાબ : ચરમસીમા લંબાવે એ પ્રકારનાં અઢળક સ્પ્રેની જાહેરાતો થાય છે. મોટા ભાગે આવાં સ્પ્રે સેક્સક્રિયાને લંબાવવામાં અને શીઘ્રપતનની સમસ્યા માટે વાપરવામાં આવતાં હોય છે. જુદા-જુદા નામે વેચાતાં આ સ્પ્રેમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ જ ગુણ નથી હોતા. મૂળે એમાં એનેસ્થેટિક એજન્ટ હોય છે. ઉત્તેજિત ઇન્દ્રિય સ્પર્શ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવું એનેસ્થેટિક એજન્ટ ઇન્દ્રિય પર લગાવવાથી ઉપરની ત્વચા બહેર મારી જાય છે અને ત્યાં થોડાક સમય માટે સંવેદના ઘટી જાય છે.
સંવેદના ઘટવાને કારણે સંભોગ લાંબો ચાલી શકે છે. જોકે વ્યક્તિ આનંદ મેળવવા માટે થઈને સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છતી હોય છે, પણ સ્પ્રેને કારણે ઊલટું થાય છે. સમાગમ લાંબો ચાલે છે, પણ સંવેદના ચાલી જવાને કારણે વ્યક્તિ સ્પર્શ અને ઘર્ષણનો આનંદ નથી મેળવી શકતી. આનંદ વિનાની ક્રિયા લાંબી ચાલે એ તમને વધુ ગમે કે આનંદ સાથેની થોડીક પળોની ક્રિયા?
ઇન ફૅક્ટ, જો આ સ્પ્રે લગાવ્યા પછી તમને કોઈક કારણોસર ઉત્તેજના ચાલી જાય તો એ પછી સંવેદના ઘટી ગઈ હોવાથી ફરી ઉત્તેજના આવવામાં પણ મુશ્કેલી પડે છે. એટલે જ હું સ્પ્રે વાપરવાનો હિમાયતી નથી. તમે જે વધુ આનંદની ખોજમાં આ સ્પ્રે વાપરવા પ્રેરાયા છો એ આનંદ સ્પ્રે વાપર્યા પછી મળવાનો નથી. વળી સ્પ્રે વાપરવાથી ઇન્દ્રિયની ઉત્તેજનામાં તસુભાર પણ વધારો થતો નથી એટલે તમારે જે હેતુથી એ વાપરવાની ઇચ્છા છે એમાંય કોઈ ફાયદો નથી થવાનો. જો સમાગમ શક્ય ન બને એટલો ઉત્તેજનાનો પ્રૉબ્લેમ હોય તો ઉત્તેજના વધારવા અને લંબાવવા બન્ને માટે અસરકારક દવાઓ લેવાનું વધુ હિતાવહ છે.
પિરિયડ્સ અનિયમિત છે, બ્રેસ્ટ્સ પર થોડાક વાળ ઊગ્યા છે, શું કરવું?
26th January, 2021 07:49 ISTસેક્સવર્કર પાસે જાઉં ત્યારે શાની કાળજી રાખવી?
25th January, 2021 07:43 ISTજુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
22nd January, 2021 08:06 ISTકોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 IST