સેક્સની ઇચ્છા કેટલા સમયાંતરે વ્યક્ત કરવી?

Published: Oct 15, 2019, 09:32 IST | ડૉ. રવિ કોઠારી | મુંબઈ ડેસ્ક

મારી ભાવિ પત્નીના મનમાં કોઈ વિકૃતિ પેદા ન થાય અને મને વિકૃત ન સમજે એ માટે મારે કેટલા સમયાંતરે સેક્સની ઇચ્છા વ્યક્ત કરવી?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ સંવાદ

સવાલઃ હું ૨૫ વર્ષનો છું. મેં ક્યારેય કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી. મારાં કૉર્ટ મૅરેજને એક મહિનો થઈ ચૂક્યો છે, પણ સામાજિક કારણસર હનીમૂન પાછું ઠેલાયું છે. મને સેક્સલાઇફને લઈને ખૂબ ચિંતા રહ્યા કરે છે. હું તમારી કૉલમ નિયમિત વાંચું છું, પણ એનાથી કેટલાક સવાલ ઊભા થયા છે. તમે તમારી કૉલમમાં સમાગમ પહેલાં ફોરપ્લેમાં ભરપૂર સમય ગાળવાની સલાહ આપો છો તો શું સ્ત્રી એ માટે તૈયાર હોય છે ખરી? શું કરવાથી સ્ત્રીઓ ફોરપ્લેમાં સહકાર આપે? શું પરિણીત કપલ્સ દરરોજ સેક્સમાં રાચતું હોય છે? મારી ભાવિ પત્નીના મનમાં કોઈ વિકૃતિ પેદા ન થાય અને મને વિકૃત ન સમજે એ માટે મારે કેટલા સમયાંતરે સેક્સની ઇચ્છા વ્યક્ત કરવી?

જવાબ : જો બે વ્યક્તિઓ વચ્ચે આકર્ષણ અને પ્રેમ હોય તો ફોરપ્લેમાં સહકાર આપવા જેવું કશું જ નથી હોતું. બે વ્યક્તિઓ એકમેકને ગમે એવી ચેષ્ટા કરીને ઉત્તેજિત કરવાની કોશિશ કરે છે અને એમાંથી નિર્દોષ આનંદ મેળવે છે. જો તમે પત્નીને શું ગમે છે ને તેને કઈ બાબતો રોમૅન્ટિક લાગે છે એ જાણી લો એ પછી એ મુજબ જ્યારે પણ એકાંત મળે ત્યારે અચાનક જ સરપ્રાઇઝ આપો. મોટા ભાગે સ્ત્રીઓને સરપ્રાઇઝ અને હળવી રોમૅન્ટિક બાબતો ખૂબ ગમતી હોય છે. જોકે તમારી પત્નીને શું ગમે છે એ તેને જ પૂછી લેવું બહેતર છે. બીજું, ફોરપ્લે માટે કે સેક્સ માટે તમારે હનીમૂન સુધી રાહ જોવાની જરૂર નથી. જો જગ્યાની અગવડને કારણે સમાગમ શક્ય ન હોય તો તમે એકાંત મળે ત્યારે પ્રેમચેષ્ટા તો કરી જ શકો છો. આનાથી પરસ્પર પ્રત્યેનું આકર્ષણ વધે છે. હવે છેલ્લી વાત. સેક્સ રોજ કરવું, અઠવાડિયામાં એક જ વાર કરવું કે મહિનામાં એક વાર કરવું એ બે પાર્ટનરની સહિયારી સંમતિ પર આધારિત છે. સમાગમ કેટલી વખત કરો છો એ મહત્ત્વનું નથી, પણ કઈ રીતે અને કેટલા સંતોષકારક રીતે કરો છો એ મહત્ત્વનું છે.
સમાગમમાં રાચવું એ વ્યક્તિની પ્રકૃતિ છે, વિકૃતિ નથી. સમાગમમાં રાચવું એ પ્રકૃતિ છે, સમાગમમાં જબરદસ્તી કરવી એ વિકૃતિ છે એટલે ક્યારે કહેવું એના સંકોચમાં ન રહો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK