પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવાથી મારી વાઈફ અકળાઈ ઊઠે છે. શું કરવું જોઈએ?

સેક્સ-સંવાદ : ડૉ. રવિ કોઠારી | મુંબઈ | Jun 06, 2019, 14:40 IST

તમારી કૉલમમાં માત્ર સેક્સલાઇફ જ નહીં, સહજીવનને તરોતાજા રાખવાની પણ ઘણી ટિપ્સ મળે છે. મારી વાઇફના ગમા-અણગમા વિશે પૂછીને હું તેને ગમતી ચેષ્ટાઓ કરતો રહું છું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : તમારી કૉલમમાં માત્ર સેક્સલાઇફ જ નહીં, સહજીવનને તરોતાજા રાખવાની પણ ઘણી ટિપ્સ મળે છે. મારી વાઇફના ગમા-અણગમા વિશે પૂછીને હું તેને ગમતી ચેષ્ટાઓ કરતો રહું છું. એ જ કારણસર અમારી સેક્સલાઇફ ઘણી સારી રહી છે. આમ તો તે કહેતી હોય છે કે તેની ક્લિટોરિસ પર આંગળી ફેરવવાથી તેને ખૂબ ગમે છે. જોકે એમાં પણ ક્યારે ગમશે ને ક્યારે નહીં એ સમજવું મુશ્કેલ છે. મેં જોયું છે કે હું તેને ત્યાં સ્પર્શ કરું એની થોડી મિનિટમાં જ તે અચાનક મારો હાથ ખેંચીને દૂર કરવા માંડે છે. ક્યારેક હું મૂવમેન્ટ ન રોકું તો અકળાઈ ઊઠે છે. તેને ગમતો સ્પર્શ કરવાથી પણ તે અકળાઈ જાય છે. અલબત્ત, એમાં નારાજગી નથી હોતી, પણ થોડી ક્ષણ માટે તણાવ આવી જાય છે.

જવાબ : કોઈ પણ ઉંમરે સેક્સલાઇફને તરોતાજા રાખવા માટે પરસ્પરને પ્લીઝ કરવાની ચેષ્ટાઓ ખૂબ જરૂરી છે. ઉંમર અને અવસ્થા બદલાતા ગમા-અણગમાઓમાં પણ પરિવર્તન આવે છે એટલે એક વાર પૂછી લેવાનું કામ પૂરતું નથી. સેક્સની બાબતમાં એવું જરૂરી નથી કે કોઈક ચેષ્ટા એક સમયે ગમી એ ચેષ્ટા હરહંમેશ ગમતી જ રહે. અમુક સ્થિતિમાં જે સ્પર્શ ગમતો હોય એ જ કદાચ અન્ય સ્થિતિમાં એટલોબધો ન પણ ગમે. માટે પહેલાં ગમતું હતું ને હવે કેમ નહીં? એવી સરખામણી કરીને કન્ફ્યુઝ ન થવું.

આ પણ વાંચો : બાળક દત્તક લેવાની બાબતમાં ઘરના તમામ સભ્યોનું અલગ મંતવ્ય છે. શું કરવું?

બીજું, ક્લિટોરિસની ઉત્તેજના વિશે પણ સમજવું જરૂરી છે. સ્ત્રીના શરીરનો એ ખૂબ જ સંવેદનશીલ પાર્ટ છે. ત્યાં આંગળીથી મર્દન કરવાથી સ્ત્રીને ખૂબ જ ગમે છે અને એનાથી તે ચરમસીમાનો અનુભવ પણ કરે છે. જોકે એક વાર પરાકાષ્ઠાનો અનુભવ થઈ જાય એ પછી કેટલીક સ્ત્રીઓમાં એ પાર્ટ અત્યંત સંવેદનશીલ થઈ જાય છે એટલે એ પછી જો તમે પહેલાં જેટલી જ ગતિથી આંગળીની મૂવમેન્ટ ચાલુ રાખો તો પત્નીને એનાથી અસુખ થાય છે. તે તમારો હાથ હટાવવાની કોશિશ કરે છે એનો મતલબ એ છે કે તેને ઑર્ગેઝમ અનુભવાઈ ચૂક્યું છે અને હવે તે સ્પર્શ પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ ગઈ છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK