ઇન્દ્રિયમાંથી ચીકણું અને ઘટ્ટ વીર્ય વહી જાય છે અને ઉત્તેજના આવતી નથી

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ | Jun 13, 2019, 12:13 IST

મેં જોયું છે કે જ્યારે ટૉઇલેટ અને પેશાબને રોકવામાં આવે છે ત્યારે તકલીફ થાય છે. એ પછી ટૉઇલેટમાં બેસું ત્યારે ઇન્દ્રિયમાંથી ચીકણું અને ઘટ્ટ વીર્ય વહી જાય છે. એ વખતે ન તો મને કોઈ ઉત્તેજના આવી હોય છે ન કોઈ કામુક વિચારો આવ્યા હોય છે.

ઇન્દ્રિયમાંથી ચીકણું અને ઘટ્ટ વીર્ય વહી જાય છે અને ઉત્તેજના આવતી નથી
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૪૦ વર્ષ છે. ગુજરાતથી અહીં ખાસ કાર્પેન્ટરીના કામ માટે આવ્યો છું અને અહીં બીજા વર્કરોની સાથે એક જ રૂમમાં રહું છું. પત્ની અહીં ન હોવાથી જાતે જ હસ્તમૈથુન કરીને સંતોષ લેવો પડે છે. મોટા ભાગે લોકોના ઘરે કે ફૅક્ટરીમાં કામ કરવાનું હોય ત્યારે લાંબા સમય સુધી કુદરતી હાજતને રોકવી પડે છે. મેં જોયું છે કે જ્યારે ટૉઇલેટ અને પેશાબને રોકવામાં આવે છે ત્યારે તકલીફ થાય છે. એ પછી ટૉઇલેટમાં બેસું ત્યારે ઇન્દ્રિયમાંથી ચીકણું અને ઘટ્ટ વીર્ય વહી જાય છે. એ વખતે ન તો મને કોઈ ઉત્તેજના આવી હોય છે ન કોઈ કામુક વિચારો આવ્યા હોય છે. પેટ સાફ નથી થતું એને કારણે પણ બેચેની પુષ્કળ લાગે છે. એમ જ વીર્ય વહી જતું હોવાથી પહેલાંની જેમ હસ્તમૈથુન કરવાની ઇચ્છા પણ નથી થતી.

જવાબ : તમે મળમૂત્ર ત્યાગ કરવા જાઓ અને એ વખતે અનાયાસે વીર્ય નીકળી જાય એવું ફિઝિકલી શક્ય નથી. પેશાબ સાથે નીકળતું દ્રવ્ય એ વીર્ય જ છે એવું તમે ધારી લીધું છે, બાકી વીર્ય પારદર્શક નથી હોતું. ઘણા અણસમજુ લોકો એને ધાતુ નીકળી જતી હોવાનું માનીને માનસિક સમસ્યાઓને નોંતરે છે. અલબત્ત, હાલમાં સમસ્યા તમારા જાતીય જીવનમાં નહીં, પરંતુ પાચનતંત્રમાં છે. તમે લાંબા સમય સુધી આવેગો રોકી રાખો છો એને કારણે શરીરમાંથી નકામા દ્રવ્યોનો નિકાલ સરળ નથી બનતો. કબજિયાત પણ એનું જ કારણ હશે. મળત્યાગ દરમ્યાન જોર કરવાથી પ્રોસ્ટેટ અને મૂત્રનલિકાઓ પર પ્રેશર આવવાથી અનાયાસે મૂત્રનલિકામાંથી પણ થોડાંક ટીપાં પડી જતાં હશે. આ ચીકણું અને ઘટ્ટ પ્રવાહી યુરેથ્રલ ગ્રંથિમાંથી નીકળતો સ્રાવ છે. જેમ આપણા શરીરમાં વિવિધ અવયવોમાં સ્નિગ્ધતા જાળવવા માટે આંસુ, લીંટ, લાળ જેવાં દ્રવ્યો ઉત્પન્ન થાય છે એમ યુરેથ્રલ ગ્રંથિઓમાંથી પણ આ પ્રવાહી પેદા થાય છે. સમજવાની વાત એ છે કે ઇન્દ્રિયની સંરચનામાં એક ખાસ વાલ્વ આવેલો છે એને કારણે યુરિન અને વીર્ય બન્ને એકસાથે નથી નીકળી શકતાં.

આ પણ વાંચો :દીકરાથી પણ વ્હાલા ભાણેજને પતિના મૃત્યુ પછી હવે સંપત્તિમાં રસ પડ્યો છે

સૌથી પહેલાં પૂરતું પાણી પીવાનું રાખો, કબજિયાત ન રહે એ માટે રાતે ત્રિફળા અથવા હરડે ચૂર્ણ લો અને આવેગો રોકી ન રાખો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK