સમાગમ કર્યા પછી ઇન્દ્રિયનો આગળનો સોપારી જેવો ભાગ ખૂબ લાલ થઈ જાય છે

Published: Aug 16, 2019, 12:01 IST | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ | મુંબઈ ડેસ્ક

વાઇફને વાઇટ ડિસ્ચાર્જ બહુ થાય છે એવું મને લાગે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલઃ લગ્નને હજી છ મહિના જ થયા છે. હનીમૂનમાં બધું બરાબર હતું અને સેક્સલાઇફ પણ એન્જૉયેબલ હતી. જોકે છેલ્લા એક મહિનાથી મને સમાગમ કર્યા પછી ઇન્દ્રિયનો આગળનો સોપારી જેવો ભાગ ખૂબ લાલ થઈ જાય છે અને ચામડીમાં ખૂબ બળતરા થાય છે. હમણાંથી મને એ ભાગમાં ખૂબ ખંજવાળ પણ આવે છે. ખણી નાખવાને કારણે બળતરા થાય છે. પછી અઠવાડિયામાં સારું થઈ જાય છે. સાચું કહું, લગ્ન પહેલાં હું મારી ગર્લફ્રેન્ડ સાથે ઍક્ટિવ હતો, પણ આવું ક્યારેય નહોતું થયું. હમણાંથી તો હંમેશાં સમાગમ પછી ઇન્દ્રિય લાલ થઈ જાય છે. મને ડાયાબિટીઝ કે બ્લડપ્રેશરની તકલીફ નથી અને વજન પણ કન્ટ્રોલમાં છે અને કોઈ દવા પણ નથી લેતો. પણ વાઇફને વાઇટ ડિસ્ચાર્જ બહુ થાય છે એવું મને લાગે છે.

જવાબ: વર્ણવેલાં લક્ષણો પરથી લાગે છે કે આ કોઈ ફંગલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન હોઈ શકે. તમારી વાઇફને પણ વાઇટ-ડિસ્ચાર્જની તકલીફ છે એ આ વાતનો પુરાવો છે. બીજું, ચોમાસામાં ભેજ અને પરસેવો વધે ત્યારે સમાગમ બાદ એ ભાગને ચોખ્ખો રાખવામાં આવે એ જરૂરી છે. કૅન્ડિડ-બી મલમ દિવસમાં બે વખત લગાડશો તો બે-ત્રણ દિવસમાં તમારી આ સમસ્યા ગાયબ થઈ જશે. વાઇટ-ડિસ્ચાર્જની સારવાર પતિ-પત્ની બન્ને લે એ જરૂરી છે. નહીંતર એકને મટશે અને બીજાને થશે અને એ વિષચક્ર ચાલ્યા જ કરશે. જોકે દવા ચાલતી હોય એ દરમ્યાન સમાગમ બંધ રાખવો. વાઇટ-ડિસ્ચાર્જ થવો એ કોઈ જાતીય રોગની નિશાની નથી, પરંતુ એને એમ જ સારવાર વિના રહેવા દેવાનું પણ ઠીક નથી. ધારો કે તમારી વાઇફની કે તમારી એકલાની ટ્રીટમેન્ટ થશે તો પણ એકબીજાના ઇન્ફેક્શનની આપલે થયા જ કરશે. આ વિષચક્રને તોડવા માટે સાથે જ સારવાર લો. સમાગમ બાદ પ્રાઇવેટ પાર્ટ્સની સ્વચ્છતા જાળવો.

આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

બીજો એક ઘરગથ્થુ ઉપચાર પણ અજમાવી શકો છો. આયુર્વેદમાં જાત્યાદિ તેલ આવે છે એ તેલ રાતે સૂતાં પહેલાં બન્ને પાર્ટનર્સ પ્રાઇવેટ પાર્ટ્સ લગાવીને સૂઈ જાય અને સવારે ઊઠીને બરાબર સાબુથી ધોઈને સાફ કરે. આમ કરવાથી માઇનર ઇન્ફેક્શન હશે તો કાબૂમાં આવી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK