Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હોર્મોન્સમાં ઉણપને કારણે અંગત જીવન ખતમ થઇ શકે? તેના ઇંજેક્શન લેવાય?

હોર્મોન્સમાં ઉણપને કારણે અંગત જીવન ખતમ થઇ શકે? તેના ઇંજેક્શન લેવાય?

05 June, 2019 12:40 PM IST |
ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ

હોર્મોન્સમાં ઉણપને કારણે અંગત જીવન ખતમ થઇ શકે? તેના ઇંજેક્શન લેવાય?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેક્સ-સંવાદ

સવાલ : હું ૬૪ વર્ષનો સિનિયર સિટિઝન છું. છેલ્લાં બે વરસથી મને હાથ-પગમાં ધ્રુજારી આવતી હતી. ક્યારેક તો ચાલતી વખતે પણ કંપન થતું. એ માટે ન્યુરોલૉજિસ્ટ પાસે લગભગ છ મહિનાથી દવા ચાલે છે. લાંબી દવા પછી હવે કંપન અને ધ્રુજારીમાં ઘણો ફરક છે, પણ મારી સેક્સલાઇફ સાવ જ ખતમ થઈ ગઈ છે. લાંબા ફોરપ્લે પછી પણ ઉત્તેજના ખૂબ ઓછી આવે છે એને કારણે પત્નીને સંતોષ આપી શકતો નથી. ડાયાબિટીઝની તકલીફ છે, પણ નિયમિત દવાઓથી કાબૂમાં રહે છે. શું દવાઓની આડઅસરને કારણે અંગત જીવન ખતમ થઈ ગયું છે? આ વિશે જ્યારે ફૅમિલી ડૉક્ટરને પૂછ્યું તો તેમનું કહેવું છે કે ઉંમરને કારણે હૉર્મોનમાં કમી આવી જવાથી આવું થાય છે. શું હૉર્મોન્સનાં ઇન્જેક્શન્સ લઈ શકાય?



જવાબ : સામાન્ય રીતે ૬૦ વર્ષની વય પછી હૉર્મોન્સમાં ઊણપ થવાની શક્યતાઓ વધારે હોય છે એટલે તમે લીધેલી દવાની આડઅસરને દોષ દેવાને કોઈ કારણ નથી. જોકે જાણવું એ જરૂરી છે કે ડૉક્ટરે કોઈ તપાસ કરીને હૉર્મોન્સની ઊણપ છે એવું તારણ કાઢ્યું હતું કે એમ જ કહ્યું છે? જો અંતઃસ્રાવોમાં સામાન્ય લેવલની ઓટ હોય તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર ઘીમાં વઘારેલી અડદની દાળ ખાઓ. જોકે એ માટે પાચનશક્તિ સારી હોવી જરૂરી છે. જો થોડી ઉત્તેજના આવતી હોય તો દેશી વાયેગ્રાની ૫૦ મિલીગ્રામની ગોળી સમાગમના એકાદ કલાક પહેલાં લઈ જુઓ. આ ગોળીથી ઇન્દ્રિયમાં જો ૩૦ ટકા જેટલું ઉત્થાન થતું હોય તો એ વધી શકે છે. એનાથી તમે સફળતાપૂર્વક સંભોગ પણ કરી શકશો અને પત્નીને સંતોષ પણ આપી શકશો.


આ પણ વાંચો : યોનિપ્રવેશથી પત્નીને દુઃખાવો થાય છે શું કરું?

જો એમ છતાં પરિણામ ન મળે તો તમે સારી લૅબોરેટરીમાં જઈને ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સ અને સેક્સ હૉર્મોન બાઇન્ડિંગ ગ્લોબ્યુલિન ટેસ્ટ કરાવો. હૉર્મોન્સની ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં પ્રોસ્ટેટની તપાસ માટેની પીએસએ ટેસ્ટ પણ કરવી આવશ્યક છે. જો આમાં રિઝલ્ટ જરૂરી માત્રા કરતાં વધુ જણાય તો હૉર્મોન ટ્રીટમેન્ટ લેવી હિતાવહ નથી, કેમ કે એમ કરવાથી પ્રોસ્ટેટ કૅન્સરના ચાન્સિસ વધી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2019 12:40 PM IST | | ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK