શું ડાયાબિટીઝને કારણે ઉત્થાન સાવ ચાલ્યું જશે?

ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ | મુંબઈ ડેસ્ક | Jul 11, 2019, 11:35 IST

મારી પત્ની સાથે સમાગમ કરતાં-કરતાં અચાનક જ મારી ઇન્દ્રિય શિથિલ થઈ જાય છે અને પૂરતી ઉત્તેજના પણ નથી આવતી. શું ડાયાબિટીઝને કારણે ઉત્થાન સાવ ચાલ્યું જશે?

શું ડાયાબિટીઝને કારણે ઉત્થાન સાવ ચાલ્યું જશે?
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૪૯ વર્ષ છે. છેલ્લાં છ-સાત વર્ષથી મને ડાયાબિટીઝનું નિદાન થયું છે. મારા ફૅમિલી-ડૉક્ટર પાસેથી મેં ડાયાબિટીઝને લગતી બધી જ વાતોને ધ્યાનમાં લીધી છે. ડાયટ-કન્ટ્રોલ કરું છું તેમ જ દવાઓ નિયમિત લઉં છું. એમ છતાં શુગર કન્ટ્રોલમાં નથી રહેતી. એક્સરસાઇઝ કરવાની આળસ હવે નથી રહી, પરંતુ વજન ઘટતું નથી. ડૉક્ટરનું કહેવું છે કે જો હું રોજ ૪૫ મિનિટ એક્સરસાઇઝ નહીં કરું તો ડાયાબિટીઝ ઉપરાંત બીજા રોગો પણ આવશે. મને છેલ્લા એક વર્ષથી સેક્સલાઇફમાં પણ તકલીફ શરૂ થઈ છે, શું એ ડાયાબિટીઝને કારણે શક્ય છે? મારી પત્ની સાથે સમાગમ કરતાં-કરતાં અચાનક જ મારી ઇન્દ્રિય શિથિલ થઈ જાય છે અને પૂરતી ઉત્તેજના પણ નથી આવતી. શું ડાયાબિટીઝને કારણે ઉત્થાન સાવ ચાલ્યું જશે?

જવાબ : અનકન્ટ્રોલ્ડ બ્લડ-શુગર રહેતી હોય તો એની ઓવરઑલ શારીરિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. એમાં સેક્સલાઇફનો પણ સમાવેશ થઈ જાય. ડાયાબિટીઝને કારણે રક્તવાહિનીઓને નુકસાન પહોંચે છે અને એટલે જો શુગર કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો ઉત્તેજના વખતે ઇન્દ્રિયમાં બ્લડ-સર્ક્યુલેશનમાં તકલીફ થઈ શકે છે. તમારા ફૅમિલી-ડૉક્ટરે તમને કન્ટ્રોલ માટેનાં જે પગલાં લેવાનું કહ્યું છે એ તમારે સ્ટ્રિક્ટ્લી ફૉલો કરવાં જોઈએ. બ્લડ-શુગર વધવાને કારણે લોહીની નળીઓ સાંકડી અને કડક થાય છે તેમ જ સંવેદનાવહનના કામમાં પણ ગરબડ થાય છે. સંવેદનાવહન યોગ્ય રીતે ન થતું હોવાથી પ્રાઇવેટ પાર્ટમાં લોહીનો ધસારો પૂરતી માત્રામાં થતો નથી. બ્લડ-શુગર કન્ટ્રોલમાં રાખવી એ માત્ર સેક્સલાઇફ માટે જ નહીં, અન્ય આંતરિક અવયવોની સ્વસ્થતા માટે પણ એટલું જ જરૂરી છે.

આ પણ વાંચો : શું ખોરાક અને પ્રાઇવેટ પાર્ટની સ્મેલને કંઈ લેવાદેવા ખરી?

જોકે લોકોને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે મેન્ટલ ટેન્શન અને તાણને કારણે તેમને અચાનક જ ઇન્દ્રિયની ઉત્તેજનામાં ઓટ આવવા લાગે છે. તમને યોનિપ્રવેશ કરી શકાય એટલું કડક ઉત્થાન થાય છે એ બતાવે છે કે તમને હજી સુધી શારીરિક કોઈ પ્રૉબ્લેમ થયો નથી. મનમાંથી નપુંસકતાનો ભય કાઢી નાખો, પરંતુ ડાયાબિટીઝ પ્રત્યે હળવું વલણ ન રાખો. તમે નિયમિત એક્સરસાઇઝ કરવાનું રાખો. જો હેલ્ધી લાઇફ-સ્ટાઇલ જાળવીને શુગર કન્ટ્રોલમાં રાખશો તો ઉત્થાનની તકલીફ દૂર થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK