શું પાર્ટનરને ડાયાબિટીઝ હોય તો એનાથી પણ શીઘ્રસ્ખલન થાય?

ડૉ.રવિ કોઠારી | Apr 05, 2019, 15:30 IST

સંબંધો બાબતે સ્પષ્ટ થશો તો કૉમ્પ્લીકેશન્સ ઘટશે અને આનંદ વધશે.

શું પાર્ટનરને ડાયાબિટીઝ હોય તો એનાથી પણ શીઘ્રસ્ખલન થાય?
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : પ્રથમ લગ્નમાંથી છૂટો પડી ચૂક્યો છું અને હવે નવા સંબંધની શરૂઆત કરી છે. હજી બીજાં લગ્ન નથી માંડ્યા પણ અમે ફિઝિકલી નિકટ આવી ગયેલા છીએ. તેનો પતિ ગુજરી ગયો હતો અને તે મારાથી અમુક વર્ષો મોટી પણ છે. તે વિધવા હોવાને કારણે જ મારા પરિવારજનો આ લગ્ન માટે તૈયાર નથી. એટલે અમે છૂપા સંબંધો રાખવા મજબૂર છીએ. મારી સમસ્યા એ છે કે છેલ્લા કેટલાક વખતથી મને શીઘ્રસ્ખલન થઈ જાય છે. જ્યારથી નવા સંબંધમાં જોડાયો છું એ પછી જ સમસ્યા શરૂ થઈ છે. તમે કહેતા હો છો કે ડાયાબિટીઝ હોય તો ઇન્દ્રિય ઉત્થાનમાં અને સ્ખલનમાં ગરબડ થાય છે. જોકે મારું શુગર લેવલ બરાબર છે, પણ મારી પાર્ટનરને ડાયાબિટીઝની તકલીફ છે. તે નિયમિત દવા લે છે, જેથી શુગર ન વધે. શું પાર્ટનરને ડાયાબિટીઝ હોય તો એનાથી પણ શીઘ્રસ્ખલન થાય? મને ક્યારેક-ક્યારેક હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ થાય છે, પણ એને માટે જ્યારે જરૂર પડે ત્યારે જ દવા લઉં છું.

જવાબ : તમે બરાબર સાંભળ્યું છે કે ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશરની તકલીફ હોય તો તે વ્યક્તિને સેક્સ્યુઅલ ઇન્ટરકૉર્સ દરમ્યાન લાંબા ગાળે તકલીફો થવાની શક્યતાઓ વધારે છે. એનો મતલબ કે તમને ડાયાબિટીઝ હોય તો એનાથી તમને ઉત્થાનમાં સમસ્યા આવી શકે. જોકે ડાયાબિટીઝ એ કોઈ ચેપી રોગ નથી કે એની આડઅસરો બીજી વ્યક્તિને થાય. તમારી પાર્ટનરના ડાયાબિટીઝને કારણે અથવા તો તેની મોટી ઉંમરને કારણે તમને આ સમસ્યા થઈ રહી છે એવું જરાય નથી.

તમને હાઈ બ્લડપ્રેશરની તકલીફ છે એને પહેલાં કન્ટ્રોલમાં લેવાની જરૂર છે. એનાથી લાંબા ગાળે સેક્સલાઇફ પર અસર થાય છે. માત્ર દવા જ નહીં, રેગ્યુલર કસરત અને ડાયટ કન્ટ્રોલથી પહેલાં બ્લડપ્રેશર કન્ટ્રોલમાં લાવો.

આ પણ વાંચો : ગર્લફ્રેન્ડની વજાઇનામાંથી સફેદ રંગનું જાડું પ્રવાહી નીકળે એ નૉર્મલ છે?

બીજું, વ્યક્તિ જ્યારે કોઈક ચીજ છુપાવીને કરવાની કોશિશ કરતી હોય ત્યારે મનમાં હીનભાવના અથવા તો હું કંઈક ખોટું કરું છું એવો ડર સતાવ્યા કરે છે. આ માનસિક સંતાપની સીધી અસર સેક્સ્યુઅલ પર્ફોમન્સ પર પડે છે. મને લાગે છે કે તમારી આ તકલીફનું મૂળ શારીરિક નહીં માનસિક છે. માટે સંબંધો બાબતે સ્પષ્ટ થશો તો કૉમ્પ્લીકેશન્સ ઘટશે અને આનંદ વધશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK