હસ્તમૈથુન કરું ત્યારે મારું વીર્ય ક્યારે ઘટ્ટ અને પાણી જેવું હોય છે. કોઈ ઉપાય બતાવો

Published: Oct 25, 2019, 16:46 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

મારી ઉંમર ૨૫ વર્ષ છે. હું મારાં અંગોની સાઇઝ અને ગોઠવણ બાબતે ખૂબ કન્સર્ન રહું છું. મારું શિશ્ન થોડું વાંકું છે અને એક અંડકોશ સાથે જોડાયેલું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ મારી ઉંમર ૨૫ વર્ષ છે. હું મારાં અંગોની સાઇઝ અને ગોઠવણ બાબતે ખૂબ કન્સર્ન રહું છું. મારું શિશ્ન થોડું વાંકું છે અને એક અંડકોશ સાથે જોડાયેલું છે. બીજો અંડકોશ થોડો નીચે છે. બાહ્ય દેખાવમાં જ પ્રૉબ્લેમ હોત તો ચાલી જાત, પરંતુ એને કારણે વીર્યમાં પણ તકલીફ છે. જ્યારે હસ્તમૈથુન કરું છું ત્યારે મારું વીર્ય એકસરખું નથી હોતું. ક્યારેક ઘટ્ટ હોય છે તો ક્યારેક એકદમ પાણી જેવું. ક્યારેક તો માંડ અડધી ચમચી જેટલું જ વીર્ય બહાર આવે છે. મને ચિંતા થાય છે એટલે હું હસ્તમૈથુન કરવાનું છોડી દઉં છું. થોડા દિવસ પછી ન રહેવાય તો કરું છું. એ વખતે પાછું વીર્ય ઘટ્ટ અને વધારે હોય છે. આ બધી તકલીફો મારા આવનારા લગ્નજીવનને તો અસર  નહીં કરેને? ઇન્દ્રિયને સીધી કરવા માટે કંઈ થઈ શકે? હસ્તમૈથુન દરમ્યાન તો કોઈ વાંધો નથી આવતો, તો શું સમાગમ દરમ્યાન ચાલી જશે?

જવાબ : એક અંડકોશ કરતાં બીજા અંડકોશ હંમેશાં નીચે હોય છે. મહદંશે લેફ્ટ ઇઝ લોઅર એટલે કે જમણા અંડકોશ કરતાં ડાબો અંડકોશ હંમેશાં નીચો હોવાની શક્યતા વધારે હોય છે. આ બીમારી નથી, પણ એક સામાન્ય અવસ્થા છે. ઇન્દ્રિય થોડી ઘણી વાંકી તો બધાની હોય છે. જો સમાગમ (યોનિપ્રવેશ) કરતી વખતે દુખાવો થાય તો જ એનો ઇલાજ કરવાની જરૂર છે, નહીં તો નહીં.તમે જે વીર્યનું વર્ણન કર્યું છે એ નૉર્મલ જણાય છે. જ્યારે હસ્તમૈથુન કે મૈથુનની ફ્રીક્વન્સી વધારે હોય છે ત્યારે વીર્ય પાતળું પડે એ સ્વાભાવિક છે. તમે થોડો સમય ડરને કારણે હસ્તમૈથુન છોડી દો છો એ વખતે ફરીથી તમારી ગ્રંથિઓ યોગ્ય માત્રામાં વીર્ય બનાવી લે છે. બે સ્ખલન વચ્ચે ખૂબ ઓછો સમયગાળો હોય તો પણ વીર્યની માત્રા અને ઘટ્ટતા ઘટી જાય એવું બને. જોકે વીર્ય પાતળું હોય કે જાડું હોય એનાથી વ્યક્તિની કામશક્તિ પર કોઈ જ વિપરીત અસર પડતી નથી.

તમારા લગ્નજીવનમાં ઉપર જણાવેલી તમારી ત્રણ સમસ્યાને લીધે કોઈ તકલીફે સર્જાય એવી કોઈ જ શક્યતા જણાતી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK