બુઢાપામાં પણ સેક્સલાઇફ જાળવી રાખવા માટે કઈ ટૉનિક છે?

Published: Mar 13, 2020, 14:16 IST | Dr. Ravi Kothari | Mumbai

શું આયુર્વેદ જેવા પૌરાણિક શાસ્ત્રમાં બુઢાપામાં પણ સેક્સલાઇફ જાળવી રાખવા માટેનાં ટૉનિક છે?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : સ્ત્રીઓની કામશક્તિ અને આનંદ માણવાની ક્ષમતા જીવનભર સુધી હોય છે, પરંતુ પુરુષોમાં એવું હોય ખરું? કેમ કે પુરુષોમાં ઉત્થાનની સમસ્યાની શરૂઆત થઈ ગયા પછી જાતીયક્ષમતાઓ ક્ષીણ થવા લાગે છે. એવામાં અમુક વય પછી શરીર સાથ ન આપતું હોય એનું શું? સારી સેક્સલાઇફ માટે બજારમાં એટલીબધી પ્રોડક્ટ્સ મળે છે કે એમાંથી કઈ દવા સારી અને કઈ નહીં એ સમજાતું નથી. અમુક ઉંમર પછી તો આપણા સમાજમાં આ વિશે ચર્ચા કરવાની પણ છૂટ નથી. શું આયુર્વેદ જેવા પૌરાણિક શાસ્ત્રમાં બુઢાપામાં પણ સેક્સલાઇફ જાળવી રાખવા માટેનાં ટૉનિક છે? શુક્રવર્ધક દવાઓનો ત્રણ મહિનાનો કોર્સ કર્યો, પણ એનાથી અપચન, ગૅસ અને કબજિયાત રહે છે.

તમારી દૃષ્ટિએ ઉત્તમ સેક્સ-ટૉનિક હોય તો બતાવજો.

જવાબ : આયુર્વેદ સ્વસ્થ રહેવાનું શાસ્ત્ર હોવાથી રોગ આવતા પહેલાં જ એને કાબૂમાં રાખવા શું કરવું એની દિનચર્યા એમાં બતાવાઈ છે. જાતીય જીવન તો જ સ્વસ્થ રહે જ્યારે તમારું શરીર સ્વસ્થ હોય. શરીરને સ્વસ્થ અને સદા યુવાન રાખતી દવાઓ પણ આયુર્વેદમાં છે જેને રસાયણ કહેવાય છે. જોકે આવું રસાયણ ઔષધ એનો ચમત્કાર બતાવે એ માટે પહેલાં શરીર શુદ્ધ હોવું જરૂરી છે. જેમ કહેવાય છે કે મેલાં કપડાં પર ગમેએવો સારો રંગ હોય તોય એ ચડતો નથી ને ચડે તો એ જોઈએ એવો ચમકતો નથી એવી જ રીતે અશુદ્ધ શરીરમાં ગમે એટલી સારી ઔષધિ નાખવામાં આવે, એની યોગ્ય અસર ન થાય એવું પણ બને. શરીરશુદ્ધિ માટે પાચનતંત્રને મજબૂત કરવું મસ્ટ છે. શરીરમાં કયા દોષો વધુ છે એનું સારણ કરવું પડે. તમારી ઉંમર, રોગ, અવસ્થા, દોષનું અસંતુલન કેવું અને કેટલું છે એના આધારે જે-તે રસાયણોનું સેવન કરવું જોઈએ. બીજું, ભારતમાં મોટા ભાગના વડીલો દવાની ફાકીઓ ખાઈ લેવા તૈયાર હોય છે, પરંતુ શરીરને સક્રિય રાખવા માટે કસરત કરવાનું પ્રમાણ ઓછું છે. તન-મન બન્નેને વ્યાયામ મળે એવી કસરતો કરીને શરીરને સ્વસ્થ રાખવું એ કામજીવનને સ્વસ્થ રાખવાની પ્રાથમિક જરૂરિયાત છે.

બાકી ત્રિદોષ શમન માટે રોજ રાતે અથવા સવારે ઊઠીને એક ચમચી ત્રિફળાનું સેવન કરો. એ ઉપરાંત એક ચમચી ગાયનું ચોખ્ખું અને જૂનું ઘી લઈ શકો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK