અમને ડૉગી પોઝિશનમાં સમાગમ કરવાનું ગમવા લાગ્યું છે. શું આ નૉર્મલ છે?

Published: Oct 17, 2019, 16:20 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

છેલ્લા કેટલાક વખતથી મને આમનેસામને મોઢું રાખીને સમાગમ કરવાને બદલે પાછળથી સમાગમ કરવાનું ગમવા લાગ્યું છે. શું આ નૉર્મલ છે?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ મારી ઉંમર ૩૧ વર્ષ છે. એક દીકરો છે અને મારી પત્ની પણ મને સેક્સલાઇફમાં ઘણો સાથ આપે છે. છેલ્લા કેટલાક વખતથી મને આમનેસામને મોઢું રાખીને સમાગમ કરવાને બદલે પાછળથી સમાગમ કરવાનું ગમવા લાગ્યું છે. શું આ નૉર્મલ છે? મારી વાઇફને આ પોઝિશનથી આનંદ આવે છે, પણ સાથે શરમ પણ આવે છે. શું આ પોઝિશનમાં સમાગમ કરવાથી કોઈ નુકસાન થઈ શકે ખરું? અમે હમણાં બીજું બાળક નથી ઇચ્છતાં. શું આ પોઝિશનમાં પણ સ્ત્રીને ગર્ભ રહી શકો ખરો?

જવાબ : સ્ત્રીના યોનિમાર્ગમાં પાછળથી ઇન્દ્રિયપ્રવેશ કરવાને ડૉગી પોઝિશન કહે છે. તમને બન્નેને જો આ પોઝિશન પસંદ હોય તો તમે અવશ્ય એ રીતે સમાગમ કરી શકો છો. ઘણી વ્યક્તિને આ પોઝિશન વધારે પસંદ હોય છે, કારણ કે એમાં પુરુષને બન્ને હાથે સ્ત્રીનું સ્તનમર્દન કરવામાં અને યોનિમાર્ગને પંપાળવામાં વધુ સરળતા રહે છે. આ પોઝિશન એક નવીનતા પણ બક્ષે છે. ઘણા લોકોને આ ડૉગી પોઝિશનમાં વધારે આનંદ આવતો હોય છે, કારણ કે પુરુષના લિંગ અને સ્ત્રીની યોનિની પકડ પણ આમાં વધુ મજબૂત બનતી હોય છે. પશુઓ હંમેશાં આ જ પ્રમાણે સમાગમ કરતાં હોવાથી આ આસનને પશુઆસન પણ કહેવામાં આવે છે, જ્યારે માનવજાતિમાં સ્ત્રી અને પુરુષ બન્નેનાં મોઢાં સામસામાં હોય એ રીતે સમાગમ થતો હોય છે.

આ પણ વાંચો : શું બાળક પેદા કરતાં પહેલાં ફિઝિકલી અને ફાઇનૅન્શિયલી ફિટ હોવું મસ્ટ છે

કદાચ તમારી વાઇફને આ વાતને કારણે શરમ કે સંકોચ થતો હશે, પરંતુ જો બન્નેને આ પોઝિશનમાં આનંદ આવતો હોય તો એમ કરવાથી બેમાંથી એકેયને કોઈ નુકસાન નથી. ઇનફૅક્ટ જો પુરુષ વિલંબિત સ્ખલનની સમસ્યાથી પીડાતો હોય તો આ આસન યોજવાથી એનું વિલંબિત સ્ખલન થોડું જલદી થાય છે, કેમ કે ઇન્દ્રિયની પકડ આ આસનમાં મજબૂત હોય છે.

આ પોઝિશનમાં પણ જો તમે વીર્યસ્ખલન યોનિમાર્ગમાં જ કરતા હો તો એનાથી સ્ત્રીને ગર્ભ રહેવાની શક્યતા અવશ્ય રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK